ચોમાસા ના પ્રથમ વરસાદ બાદ ખીલી ઉઠયુ ગુજરાતનુ આ સ્થળ ! સામે આવી સ્વર્ગ જેવી તસ્વીરો
આખરે અષાઢ મહિનાના આગમન પહેલા જ વરસાદ એ ધોધમાર એન્ટ્રી કરી લીધી છે, ત્યારે અનેક શહેરોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જ્યારે વરસાદ આવે છે, ત્યારે પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઉઠે છે, ત્યારે હાલમાં જ ગુજરાતનું એક સ્થળ ખૂબ જ ખુશનુમા બની ગયું છે. આ વરસાદનો અનેરો આનંદ માણવા માટે આ સ્થળે અચૂક ફરવા જજો.ગિરિમથક સાપુતારામાં ખુશનુમા વાતાવરણ છવાયું છે.
હાલમાં જ ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતુ. જેના લીધે ખેડૂતો ખુશહાલ થઇ ગયા છે તેમજ ગિરિમથક સાપુતારાની સહેલગાહે આવેલા સહેલાણીઓએ બદલાયેલા મૌસમના મિજાજમાં વરસાદી ઝાપટું પડ્યા બાદ ગિરીકન્દ્રામાં ગાઢ ધૂમમ્સ છવાતા આહલાદક માહોલનો ભરપૂર આનંદ માણ્યો હતો. ખરેખર આવું દ્ર્શ્ય માણવા સૌ કોઈ આતુર બન્યા છે.
સાપુતારામાં શનિ, રવિની રજા માળવા લોકો આવી રહ્યા છે અને હાલ આખો ડાંગ જિલ્લો ઘણો જ મનમોહક બન્યો છે. વરસાદ બાદ આ વિસ્તારમાં ફરવાની મઝા જ કાંઇ ઔર છે.
ઝરમર વરસાદમાં ભીંજાતા જોવા મળી રહ્યા છે. અને સાપુતારા હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જેથી તે સહેલાણીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યું છે.
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાનાં પ્રારંભથી જ મેઘનું આગમન થયું છે એવામાં છેલ્લા કેટલાક દિવસથી યથાવત્ રહેતા સમગ્ર પંથકોનું વાતાવરણ ખુશનુમા બન્યુ છે. ડાંગ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની ઋતુનું આગમન થતા આદિવાસી ખેડૂતો ચાલુ વર્ષે ખેતીની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. ડાંગ જિલ્લામાં સતત થઇ રહેલા વરસાદને કારણે માહોલ જામ્યો છે.