ચોમાસા મા આ બે સ્થળની મુલાકાત લેવાનુ નો ભુલતા ! કુદરતી સૌંદર્ય જોઈ મંત્રમુગ્ધ થઈ જશો…
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે પરિવારજનો સાથે ફરવા માટે પ્રકૃતિ ખોળે આનંદ માણવા જરૂર જાઓ. આજે અમે આપને બે એવા સ્થાનો વિશે જણાવશું જે ગુજરાતમાં આવેલા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઉઠી જાય છે, ત્યારે હાલમાં ચોમાસાની ઋતુનો અનેરો આનંદ મેળવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગીર ની મુલાકાત જરૂર લેજો.

હાલમાં નર્મદા કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અવશ્ય મુલાકાત લેવી જોઈએ કારણ કે, નર્મદા કાંઠે આવેલ આ સાનિધ્ય પ્રકૃતીમય બની જાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સાથે તમે સી પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, બટર ફ્લાય ગાર્ડ, એકતા મોલ, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, સહિતના અનેક આકર્ષકો તમે માણી શકો છો તેમજ આ સિવાય તમે પ્રકૃતિ ની સુંદરતા માણી શકો છો.

આ સિવાય તમેં સૌરાષ્ટ્માં આવેલ ગીર ની મુલાકાત લઈ શકો છો. આપણે જાણીએ છે કે, સાસણ ગીર અભ્યારણ માં સિહ દર્શન કરવા દેશ વિદેશ થી લોકો ઉમટી પડતાં હોય છે ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં તમે સિંહ દર્શન તો નહીં કરી શકો પણ ગિરની સુંદરતા જરૂર નિહાળી શકો છો.

ગીર સોળે કલા એ ખીલી ઉઠે છે. આ સિવાય તને ગીરના નેસ નો તેંમજ દેવડીયા પાર્કમાં સિંહ દર્શન કરી શકો છો. ગીર ની આસપાસ તમે સોમનાથ તેમજ દિવ અને જમજીર ધોધનો આનંદ માણી શકો છો.

ગીર ભલે એશિયાટિક સિંહો દેશ વિદેશ માં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પણ ચોમાસાની ઋતુમાં ગીર ની વનરાજી જરૂર માણવી જોઈએ કારણ કે ગીર તો ગીર છે અને ગુજરાતનું અમૂલ્ય ઘરેણું છે. ગીર આવો ત્યારે ગિરનાર ની મુલાકાત જરૂર લેજો કારણ કે ગિરનાર પૃથ્વી નું સ્વર્ગ સમાન છે જ્યાં અનેક ઐતિહાસિક અને પૌરાણિક સ્થાનો તેમજ પ્રકૃતી ની સુંદરતા માણી શકો છો.

