ગુજરાત ના આ જીલ્લા મા કમોસમી વરસાદ થયો ! હજી હવામાન ખાતા ની આગાહી થી ખેડુતો…
શિયાળાની ઋતુમાં સાયક્લોનિક સરકયુલેશન સિસ્ટમ સાથે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં વરસાદ પડ્યો હતો અને આ માવઠા ને લીધે અનેક જગ્યાએ વરસાદ થયો હતો.સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આ વરસાદ ને લીધે ખેડૂતોમાં ભારે સંકટ સર્જાયું હતું. આપણે સૌ કોઈ જાણીએ છે કે કેરળમાં જે સર્ક્યુલેશન થયું એના લીધે જ ભારતના અનેક કેન્દ્ર શાશીત પરદેશમાં વરસાદ થયો હતો. ત્યારે ગુજરાતનાં અનેક શહેરોમાં વરસાદ થયો હતો.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સવારથી સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થતા સાંજ સુધીમાં 5 તાલુકામાં એક થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.ઇડરમાં બપોરે 2 થી 6 કલાક દરમ્યાન 60 મીમી વરસાદ એટલે કે અઢી ઇંચ વરસી ગયો હતો. ખેતી પાકને નુકસાનની વાતોથી ઉલટુ કમોસમી વરસાદ શિયાળુ વાવેતર કરવામાં ફાયદારૂપ બની રહેશે.
કમોસમી માવઠું ત્રાટકતા ખેડૂતો માટે આફત ઊભી થઈ હતી. મોડાસા 3 મીમી, માલપુર 1 મીમી, મેઘરજ 1 મીમી અને ભિલોડા 5 મીમી વરસાદ પડ્યો હતો. જેના લીધે કપાસ સહિત અડદ,મકાઈ અને નવા વાવેતર કરાયેલા ઘઉંના બીજનો, લસણ, ડુંગળી, ધાણા, મેથી જેવા શાકભાજીનો સંપૂર્ણ નાશ થવા પામ્યો હતો. કાપીને શેઢામાં અને ઘરના ધાબા ઉપર સૂકવેલા અડદ અને મકાઈ પણ વરસાદમાં પાણી પાણી થઈ ગયા હતા.
જિલ્લામાં હજુ 90 ટકાથી વધુ વાવેતર બાકી છે. દિવસ પૂરો થવા સુધીમાં પોશીનામાં 38 મીમી, ખેડબ્રહ્મામાં 46 મીમી, વડાલીમાં 60 મીમી, ઇડરમાં 66 મીમી અને વિજયનગરમાં 31 મીમી કમોસમી વરસાદ નોંધાયો હતો જિલ્લામાં અત્યાર સુધીમાં 7.48 ટકા વાવેતર થયુ છે અને 90 ટકાથી વધુ વાવેતર બાકી છે. હવામાન વિભાગે જે માહિતી આપી હતી એ સત્ય સાબિત થઈ હતી. ખરેખર આ કારણે ફાયદો પણ થયો અને નુકસાન પણ જેના લીધે ખેડૂતોમાં ખુશી અને ગમ માહોલ સર્જાયો.
બાજમીનો ખેડી વાવેતર માટે પિયત આપવાની મોટા ભાગે જરૂરિયાત નહી રહે અને ચણા જેવા પાક માટે જે ખેડૂતો અવઢવમાં હતા તેમને પણ કમોસમી વરસાદથી આશા બંધાણી છે વાવણી બાકી છે તેમને મોટો ફાયદો થવાનો છે.ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની વાત કરીએ તો મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વરસાદ પડવાના કારણે 48 કલાક એટલે કે બે દિવસ પછી રૂટીન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાએ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.