ગુજરાત માટે આગામી 24 કલાંક મહત્વ ની ! જાણો હવામાન વિભાગ એ શુ આગાહી કરી…
ખરેખર વાતાવરણમાં ક્યારે પલટો આવી જાય કોઈ નથી જાણતું. હાલમાં કાળઝાળ ગરમી ચાલુ છે, ત્યારે ભર ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ છવાઇ ગયું હતું. હવામાન વિભાગ દ્વારા બે દિવસની આગાહી કરવામા આવી હતી. ત્યારે હવામાન એ કરેલ આગાહી મુજબ ગઈકાલ નાં રોજ ગુજરાતમાં અનેક શહેરોમાં વરસાદ નો માહોલ છવાયેલ હતો. ત્યારે ચાલો અમે આપને જણાવીએ, ક્યાં ક્યાં શહેરોમાં વરસાદ થયેલ તેમજ આવરનાર 24 કલાકમાં હવામાન વિભાગ શું મહત્વની આગાહી કરી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં દાહોદ અને ભરૂચમાં છાંટા પડ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ઝરમર વરસાદ પડ્યો છે. જૂનાગઢના કમોસમીપાણી થઇ ગયા હતા. આ કા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ,વિસાવદર, ભેંસાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પડ્યા હતા.
ગાજવીજ સાથે આખી રાત વિજળીના ચમકારા ચાલુ રહેતાં ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો હતો. અમરેલીના બાબરા શહેરમાં પણ વરસાદી ઝાપટું પડતાં રોડ ભીનાં થઈ ગયા હતા. કમોસમી વરસાદને પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલના કારણે કેરીના પાકને નુકસાન જવાની સંભાવના છે.
અચાનક બદલાયેલા વાતાવરણને કારણે કેરી સહિત ખેતીના પાકને નુકસાનની ભીતિ છે અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં વરસાદી છાંટા પડયા હતા. ત્યારે હજુ આવનાર 24 કલાક પણ ખેડૂતો માટે ચિંતા જનક રહેશે. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, આગામી 24 કલાકમાં વરસાદી માહોલ રહશે. ખાસ કરીને ભાવનગર, આણંદ, ખેડા અને ભરૂચમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
તેમજ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ વાતાવરણની અસર હેઠળ આકરી ગરમીથી લોકોને છૂટકારો મળશે. રાજ્યમાં આગામી 4 દિવસ હિટવેવની કોઇ જ શક્યતા નથી. હવામાન વિભાગના મતે અમદાવાદમાં 40થી 41 ડિગ્રી સુધી તાપમાન રહેશે. જો કે 24 કલાક બાદ રાજ્યમાં ફરી તાપમાનમાં વધારો નોંધાશે. ખરેખર બદલાયેલા વાતાવરણ ને લીધે સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયેલ છે.
