Gujarat

હવામાન આગાહી વચ્ચે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં અને રાજકોટમાં અનેક વિસ્તારોમાં અતિ વરસાદ.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, બંગાળની ખાડીના લો પ્રેશર થવાને લીધે 30 જુલાઈ વધુ વરસાદ ની આગાહી છે, આ જ દરમ્યાન હાલમાં જ મહત્વની જાકારી મળી છે કે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વરસાદ પડવાનો શરૂ થયો છે. અમદાવાદના પશ્ચિમ ઝોનના નંદાસણ, કલોલ, સેરથા, વૈષ્ણવદેવી સર્કલ, ગોતા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. તો ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારો અને ગામડાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ આવ્યોમ

હાલમાં જ્યાર થી ચોમાસુ શરૂ થયું છે ત્યાર થી લઈને હાલ સુધીમાં ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં વધુ વરસાદનો માહોલ સર્જાયો છે .એક દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મહેસાણા જિલ્લામાં સીઝનનો અત્યાર સુધી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે કે 34.90 ટકા વરસાદ પડ્યો છે.

વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણ કે આ વરસાદથી મગફળી, બાજરી, જુવાર, ગવાર સહિતના પાકને ફાયદો થશે. બનાસકાંઠાના લાખણી તાલુકામાં ટકાવારી પ્રમાણે સીઝનનો સૌથી ઓછો વરસાદ નોધાયો છેહજુ તો શ્રાવણમાસ શરૂ થવાનો છે ત્યારે એ પહેલાં હજુ સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અનેક જિલ્લા અને ગામડાઓમાં પ્રમાસર વરસાદ થતાં ખૂબ જ લાભ થશે. હાલમાં તો સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ વિરામ લઈને ઉત્તર ગુજરાત અને અમદાવાદ તરફ વડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!