પ્રેમ લગ્ન બાદ પ્રેમિકા ને પ્રેમીએ 5 જ દિવસ મા છુટાછેડા આપ્યા ! યુવતી માતા પિતા પાસે પહોંચતા માતા પિતા એ પણના સ્વીકારી…જાણો પુરી ઘટના…
આજના સમયમાં સૌથી વધારે પ્રેમના કિસ્સાઓ સામે આવે છે. પ્રેમના લીધે ભાગ્યે જ કોઈ સારી વાત સામે આવતી હોય છે, કારણ કે મોટાભાગના યુવક યુવતીઓ પ્રેમમાં દગો મેળવે છે તેમજ હત્યાનાં બનાવ સુધી પહોંચી જતાં હોય છે. ત્યારે હાલમાં જ પ્રેમ લગ્ન બાદ પ્રેમિકા ને પ્રેમીએ 5 જ દિવસ મા છુટાછેડા આપ્યા ! યુવતી માતા પિતા પાસે પહોંચતા માતા પિતા એ પણના સ્વીકારી.આ ઘટના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીએ કે, આખરે યુવતીએ એવું તે શું કર્યું કે, તેના પરિવારજનોએ ન સ્વીકારી શકી.
દીકરી ઘરને શોભાવે છે, પિતાની સૌથી લાડકી હોય છે પણ ક્યારેક દીકરીઓ પોતાની મર્યાદા વટાવી જાય છે, ત્યારે માતાપિતાઓને પણ દીકરીનો તિરસ્કાર કરવો પડે છે. સમય સાથે ઘણું બધું બદલાય જાય છે. સમય સંજોગ અને પરિસ્થિતિનાં લીધે માતા પિતાએ આવું કરવું પડતું હોય છે.આ ઘટના ખૂબ જ દુઃખદાયી અને ચોંકાવનારી છે.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મોરબી શહેરમાં એક યુગલ એ પ્રેમ લગ્ન કર્યા હતા અને યુવતીના પાંચ જ દિવસમાં છુટાછેડા થઈ ગયા અને પતિએ તરછોડી દેતા દીકરી પોતાના ઘરે ગઈ પરતું માતા પિતા એ સ્વીકાર ન કર્યો.
આ કારણે યુવતીએ 181 મહિલા અભયમને ફોન કરીને મદદ માંગી હતી. જથી ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને આખરે કહેવાય છે ને કે, માવતર તો માવતર હોય છે. એ પોતાની સંતાનોની ભૂલ ને માફ કરીને સ્વીકારી જ લઈ. પોલીસ દ્વારા સમજાવતા દીકરીને પરિવારે સ્વીકારી લીધી.તમને જાણીને નવાઈ લાગશે કે, 19 વર્ષીય યુવતીએ એક મહિના પહેલા જ યુવતીએ મોરબીના જ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.પાંચ દિવસમાં જ છુડાછેડા થઈ ગયા હતા. પરંતુ યુવતી આ વાત માનવા તૈયાર ન હતી અને પતિની સાથે જ રહેવા માંગતી હતી.
જો કે, પતિ સ્વીકારવા તૈયાર નહોતો. કારણ કે અગાઉથી જ તેના છુટાછેડા થઈ ગયા હતા. પતિએ તરછોડી દેતા યુવતી પોતાના માવતરે પહોંચી હતી. પરંતુ દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી માવતર પણ ના સ્વીકારી. યુવતીના પતિ એ જણાવ્યું છે કે, જો યુવતીના પરિવારજનો રાજીખુશીથી લગ્ન કરી આપે તો જ યુવતીને સ્વીકારશે. હાલ પોલીસની સમજાવટથી માવતરે યુવતીને સ્વીકાર કર્યો છે.