સુરક્ષામાં ચૂક મામલે મોરારિબાપુએ પોતાના અક્ષરે લખ્યો PMને પત્ર ! જુવો શુ લખ્યુ છે…?
નરેન્દ્ર મોદી જયારે પંજાબ મા રેલી કરવા જય રહ્યા હતા ત્યારે તેમની સુરક્ષા મા એક મોટી ચુક થઈ હતી જેના કારણે રાજકારણ ખુબ ગરમાવો આવી ગયો હતો અને ભોજન ના કર્યકરતાઓ એ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા આ ઉપરાંત ભાજપ ના નેતા ઓ દ્વારા પંજાબ ના સી.એમ ની રાજીનામા ની માંગ પણ કરવામા આવી હતી ત્યારે આ બાબતે અનેક લોકો ના નિવેદનો પણ સામે આવ્યા હતા.
ત્યારે આ બાબત ને લઈ ને કથાકાર મોરારી બાપુ એ પીડા અનુભવતા એક પત્ર લખ્યો હતો. આ પત્ર khabarchhe.com ના અહેવાલ મુજબ પી.એમ ની સુરક્ષા થયેલી ચુક ને અનુસંધાને હતો જેમા લખવામાં આવ્યા હતુ કે “દેશ અને દુનિયામાં વરિષ્ઠ રાજપુરુષ અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જય સીયારામ. પંજાબમાં બનેલી આ ઘટનાથી પીડા અનુભવું છું, પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે. આપ આપણા દેશના પ્રધાનમંત્રી છો અને આ વ્યવહાર થયો એ ખૂબ જ અપ્રિય ઘટના છે.
ખેર પરમાત્મા આપને રાષ્ટ્રની અને દુનિયાની સેવા માટે વધુને વધુ શક્તિ બળ અને તંદુરસ્તી અર્પણ કરે તેવી હનુમાનજીના ચરણોમાં મારી અંતઃકરણ પૂર્વકની પ્રાર્થના. મારી રામ કથાની વ્યાસપીઠ સાથે જોડાયેલા સૌ ભાઈઓ બહેનોને પ્રાર્થના.”
અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ મા ગયા ત્યારે તેમની સુરક્ષા મા એક મોટી ચુક થઈ હતી જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને ફિરોજપુરથી 30 કિલોમીટર દૂર આવેલા બ્રિજ પર પ્રદર્શનકારીઓના કારણે 20 મિનિટ સુધી અટકવાનો વારો આવ્યો હતો જયારે બાદ પી.એમ મોદી એ પોતાની રેલી રદ કરી હતી અને દિલ્લી પરત ફર્યા હતા.
