GujaratViral video

વિદેશમાં ચાલતી મોરારી બાપુની કથામાં પોહચ્યાં UK ના પ્રધાનમંત્રી ઋષિ સુનક ! વ્યાસપીઠે પુષ્પ અર્પણ કરીને કહ્યું ‘જય સિયા રામ…

તમે સૌ કોઈ જાણો જ છો કે હજુ 15 મી ઓગસ્ટ ગઈ જ છે એવામાં આપણા આખા દેશમાં સ્વતંત્રના આ પર્વને ધામધૂમથી ઉજવામાં આવ્યો હતો, નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધીના તમામ લોકોએ પોતાના દેશ માટે સમય કાઢીને પોતાની ફરજ અદા કરી હતી. સ્વતંત્રના આ પર્વની ઉજવણી ફક્ત આપણા ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક ખૂણાઓ પર પણ કરવામાં આવી હતી જેમાં દુબઈના બુર્જ ખલીફા પર આપણા દેશના તિરંગો પણ રાત્રીના 12 વાગે બતાવવામાં આવ્યો હતો.

એવામાં બ્રિટિશ પ્રધાનમંત્રી એવા ઋષિ સુનકે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં ચાલી રહેલ મોરારી બાપુની કથા ચાલી રહી હતી ત્યાં તેઓ મુલાકાતે ગયા હતા જ્યા તેઓએ મોરારીબાપુના વ્યાસ પીઠ પર પુષ્પાંજલિ અર્પિત કરીને મોરારી બાપુ વિશે તથા કથા વિશે બે શબ્દો પણ કહ્યા હતા. ઋષિ સુનકે સૌ પ્રથમ માઈક આવતા ‘જય સિયારામ’ નો નારો લગાવ્યો હતો જે બાદ તેઓએ જણાવ્યું હતું કે તેઓ ભારતના આઝાદીના આ પર્વ પર મોરારી બાપુની રામ કથામાં ઉપસ્થિત રહયા તે તેના માટે ખુબ સન્માન તથા ખુશી ભરી વાત છે.

ઋષિ સુનકે એક વાત તો એવી કહી દીધી કે સૌ કોઈએ તાળીઓના ગડગડાટ જ બોલાવી દીધા હતા, ઋષિ સુનકે કહ્યું કે “તેઓ અહીં એક પ્રધાનમંત્રીના રૂપથી નહીં પરંતુ એક હિન્દૂ રૂપથી ઉપસ્થિત રહ્યા છે.”તેઓએ આગળ પણ કહ્યું હતું કે તેઓના માટે આસ્થા એક ખુબ વ્યક્તિગત છે કારણ કે આસ્થા તેમના જીવનના દરેક પહેલુમાં માર્ગદર્શન કરતી હોય છે. આ બાદ તેઓએ પોતાના પ્રધાનમંત્રીના હોદા વિશે પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી બનવું એક સન્માન છે પરંતુ આ પદ સાંભળવું મુશ્કેલ પણ છે કારણ કે તેઓને ઘણા મુશ્કેલ નિર્ણયો લેવાના હોય છે.

ઋષિ સુનકે પોતાના આ નિવેદન દ્વારા એમ પણ જણાવ્યું કે ચાંસલરના રૂપથી તેઓના કાર્યાલયમાં 11 ડાઉનીંગ સ્ટ્રીટ બહાર દિવાળીના તહેવાર પર દીવા સળગાવાની વાત થી લઈને તેઓ પોતાના દેશ પર ગણેશજીની મૂર્તિ રાખે છે તે તમામ વાતોને ઋષિ સુનકે યાદ કરી હતી અને તમામ વાતોને લઈને તેઓને ગર્વ થતો હોય તેવી વાત જણાવી હતી.

મોરારી બાપુની કથા વિશે જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમો મોરારી બાપુએ આઝાદીના અમૃત મહોત્સવને લઈને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં ભારતીય તિરંગો લહેરાવીને આ ગર્વ અપાવતા દિવસની ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!