Gujarat

સૌરાષ્ટ્રના આ સંતે લમ્પી વાયરસને રોકવા માટે શુરુ કરી અનોખી તપસ્યા ! જ્યાર સુધી ગાયો ને રાહત ના મળે ત્યા સુધી…

આજથી એક વર્ષ અગાઉ કોરોના એ હાહાકાર મચાવી દીધો હતો અને લોકોનું જીવીવુ મુશ્કેલ કરી દીધું હતું ત્યારે હાલ આવું જ કાઈક સમય પ્રાણીઓ માટે પણ આવ્યો છે જેમાં ખાસ કરીને ગાયો પર લમ્પી વાયરસ ની અસર હાલ ખૂબ જ જોવા મળી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા આ વાયરસને રોકવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વાયરસને રોકવા માટે મોરબીના એક બાપુ અનોખી નેમ લીધી છે જે જાણીને તમે પણ આશ્ચર્ય ચકી થઈ જશો.

જો આ બાપુંની વાત કરવા મા આવે તો આ બાપુ મોરબીના છે અને તેમનુ નામ રતનપુરી બાપુ છે. ગાયો મા સતત ફેલાઇ રહેલા લમ્પી ડીસીસ ને રોકવા માટે અનોખી નેમ લીધી છે. સંત રતનપુરી કેદારપુરી બાપુ દ્વારા મોરબીના માથક ગામમાં આવેલા રાણાબાપા આશ્રમમાં એક પગે ઉભા રહી અન્નનો ત્યાગ કર્યો છે. જ્યાં સુધી ગાય માતાને લમ્પી વાયરસથી રાહત મળે ત્યાં સુધી એક પગે ઉભા રહી ટેક રાખવામાં આવી છે.

આટલુ જ નહી બાપુ એ 111111 રુપિયા નુ દાન એવા લોકો ને કરશે કે જે લમ્પી વાયરસ થી પીડાતી ગાયો નો સેવા કરી રહ્યો છે. જ્યારે ગાયો ને રોગ માથી રાહત મળશે ત્યારે બાપુ આશ્રમમાં 101 નાળિયેર દ્વારા હોમાત્મક હવન કરવામાં આવશે. ત્યારબાદ બાપુ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કર્યા બાદ અન્નનો દાણો મોઢામા મુકશે.

જો આ સંત ની વાત કરવા મા આવે તો મોરબીમાં મચ્છુ માતાની જગ્યાએ રતનપુરી કેદારપુરી મા બાપુ નુ સ્થાનક આવેલું છે અને કરોના કાળ મા પણ લોકો ખુબ પીડાઈ રહ્યા હતા ત્યારે બાપુએ દિવસ અને રાત મોરબીમાં આવેલી ભરવાડ સમાજની મચ્છુ માતાજીની જગ્યામાં અન્ન જળનો ત્યાગ કરી ટેક લીધી હતી. તે દરમિયાન તેઓ 17 દિવસ એક પગે ઉભા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!