મોરબીમાંથી સામે આવી હૈયું ધ્રુજાવનારી ઘટનાઓ બની ! એક 11 વર્ષીય તો એક 24 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું,.બંનેના મૃત્યુનું કારણ ફક્ત એક…
મિત્રો વર્તમાન સમયની અંદર જો વાત કરવામાં આવે તો હાલ અનેક એવા ચોંકાવનારા હાર્ટઅટેકના બનાવો સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગતો હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવી જ ઘટના વિશે જણાવાના છીએ જેમાં ગુજરાતના બે લોકોના મૌત હાર્ટઅટેકને લીધે ગયા છે,મહત્વની વાત તો એ છે કે આ બંને વ્યક્તિઓ માંથી એક વ્યક્તિ તો ફક્ત 11 વર્ષનો છે, તો ચાલો આ પુરી ઘટના વિશે વિગતે જણાવીએ.
પેહલી ઘટના વિશે જો વાત કરવામાં આવે તો પેહલા તો મોરબીના વાંકાનેરમાં રહેતા એવા ધવલભાઈ અતુલભાઈ સુરાણી(ઉ.વ.24) જે આઈસીઆઈસીઆઈ બેન્કની અંદર બેન્ક મેનેજર તરીકેની નોકરી કરી રહ્યા હતા એવામાં તેઓ શહેરમાં આવેલ સબબ રવાપર રોડ પર આવેલ બેન્ક ખાતે આવ્યા હતા ત્યારે તેઓને હાર્ટઅટેક આવ્યો હતો જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યાના તબીબોએ સારવાર કરી હતી પરંતુ અફસોસ કે યુવકનો જીવ બચી શક્યો હતો નહીં.
એવામાં બીજી હાર્ટએટેકની આવી જ ઘટના ભણવાડ માંથી સામે આવી હતી જ્યા વિજયપુરમાંથી સામે આવ્યો હતો જ્યા વહેલી સવારમાં જ ફક્ત 11 વર્ષીય બાળકને હાર્ટઅટેક આવ્યા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, આ અટેક એટલો ખતરનાક હતો કે 11 વર્ષીય આ ફૂલ જેવો દીકરો તેને સહન ન કરી શક્યો અને મરણ પથારીને પામ્યો, આ ઘટનાની જાણ થતાની સાથે જ આખા ગામની અંદર શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે પરિવારે હૈયાફાન્ટ આક્રંદ કર્યો હતો.
આ ઘટના અંગે જાણવા મળેલ છે કે 11 વર્ષીય મૃતક યુવકનું નામ દુષ્યંત ઘનશ્યામભાઈ પીપરોઈ છે જે વહેલી સવહરે ઉઠ્યો હતો ત્યાં તેને આવી તકલીફ પડી હતી જેના લીધે ફૂલ જેવા દીકરાને પોતાનો જીવ ઘૂમવાનો વારો આવ્યો હતો.ભગવાન આ બંને મૃતકના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સહ ૐ શાંતિ.