એક નાની એવી ભુલ ના લીધે કાર ટ્રક પાછળ ઘુસી ગઈ ! યુવક નુ કરુણ મોત થયુ.
જયારે આપણે કાર કે કોઈ વાહન ડ્રાઈવ કરતા હોઈએ છીએ ત્યારે નાની એવી ભુલ પણ આપણને મુશ્કેલી મા મુકી શકે છે અને હાલ ના સમય મા લોકો ના એવી ટેવ હોય છે કે કાર ચલાવતો હોય તે વિડીઓ રેકોર્ડ કરવો પરંતુ નાની એવી ભુલ મોત લાવી શકે છે.
જાણવા મળતી વિગતો અનુસાર મોઢેરાના વતની અને પાટણ ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી કરતા જગમાલ ભાઇ બેચરભાઈ ચૌહાણ (56) રવિવારે રાત્રે 8-30 વાગે સમાજની મિટિંગમાં પાટણ ખાતે હાજરી આપી પરત મોઢેરા આવી રહ્યા હતા. ત્યારે જગમાલ ભાઈ નો પુત્ર સુનિલ ચૌહાણ હાઈવે સ્થિત રામદેવ પીરના મંદિરે ઉભો હતો અને તેણે કાર (GJ 02 CG 5185) ઘરે મૂકી આવવા કહ્યું હતું.
આ દરમ્યાન મા જગમાલ ભાઈ કાર ચાલુ રાખી ને નીચે ઉતરતા હતા ત્યારે જગમાલભાઈ નો પગ એક્સિલેટર પર આવી ગયો હતો અને એક્સિલેટર પર વજન આવતા કાર ફુલ ઝડપે ભાગી હતી અને બેકાબુ થયેલી કાર આગળ ઉભેલા ટ્રક ની ટોલી સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં જગમાલ ભાઈ ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. અને સારવાર માટે તેમને હોસ્પિટલે ખસેડવા મા આવ્યા હતા. જયા તેમનુ કરુણ મોત નિપજ્યું હતુ
અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર સુનિલભાઈ ચૌહાણે મોઢેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.