આખરે માવતર કમાવતર થયા ! માતાએ 7 વર્ષના બાળકની હત્યા કરી હતી જે બાદ ન્યાય માટે પિતાએ પણ લીધી શપથ કે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ આખા સંસારમાં માતા અને પિતા જ એવી વ્યક્તિ છે કે જેઓ પોતાના સંતાનને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. દરેક માતા પિતાની ઈચ્છા એવી જ હોઈ છે કે પોતાની સંતાન જીવનમાં આગળ વધે અને સફળ થાય કે જેથી પોતાને સહન કરવા પડેલા દુઃખ સંતાનને સહન કરવા ન પડે. બાળકને આગળ વધારવા અને તેના પર કોઈ મુસીબત ના આવે તે માટે માતા પિતા સતત સંતાન માટે સુરક્ષા કવચ તરીકે ઉભા રહે છે.
આમતો બાળકના જીવનમાં માતા અને પિતા બંને નું મહત્વ ઘણું જ છે પરંતુ ખાસ તો જો વાત માતા અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે માતા સતત તેના બાળક માટે ચિંતિત રહે છે. અને તેની સુરક્ષા માટે અનેક કર્યો કરે છે. માતા તરફથી જેટલો પ્રેમ અને હૂંફ બાળકને મળે છે. તેવો નિઃસ્વાર્થ પ્રેમ કોઈ પણ કરી શકતો નથી. કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા માટે તેમણે માતાની રચના કરી.
પરંતુ ઘણી વખત આ જ માતા માનવતા ભૂલી જાય છે. જેના કારણે આપણે સમાજમાં એવા અનેક કિસ્સો જોયા છે જેના કારણે માતા અને સંતાનનો સંબંધ શરમાઈ જાય. મિત્રો કહેવાય છે કે સ્ત્રીઓ પુરુષોની સરખામણી માં ઘણી લાગણીશીલ હોઈ છે. ગમ્મતે સ્ત્રી હોઈ તેના લગ્ન થયા હોઈ કે ન થયા હોઈ પરંતુ તેનામાં વાત્સલ્ય ની ભાવના તો હોઈ જ છે. પરંતુ આપણે અહીં એક એવા બનાવ વિશે વાત કરવાની છે કે જેના કારણે ” છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ” તે પંક્તિ ખોટી સાબિત થઇ છે.
મિત્રો આ ઘટના આશરે 4 વર્ષ પહેલા ની છે. આ ઘટના સુરેન્દ્રનગર શહેર માં આવેલા કૃષ્ણનગર વિસ્તારની છે. કે જ્યાં વર્ષ 2018 માં એવી ઘટના બની હતી કે જેણે સૌ કોઈને આશ્ચર્ય ચકિત કરી મુખ્ય હતા. અહીં એક સાવકી માતાએ પોતાના 7 વર્ષના બાળક જો જીવ લીધો હતો. જણાવી દઈએ કે આ વિસ્તાર માં રહેતા શાંતિલાલ પરમાર ના લગ્ન ડિમ્પલ સાથે થયા હતા તમનો સંસાર સુખમઈ ચાલતો હતો.
તેમના સુખી સંસાર ની નિશાની રૂપે તેમને એક બાળકની પણ પ્રાપ્તિ થઇ. પરંતુ જાણે આ પરિવારને કોઈની નજર લાગી હોઈ તેમ બાળકને જન્મ આપ્યા અને તેનું નામ ભદ્ર રાખ્યું. બાદ ડિમ્પલ બહેન બીમારીના કારણે મૃત્યુ પામ્યા. જે બાદ બાળક માતા ના પ્રેમથી વંછિત ના રહે તેવા ઇરાદે પરિવાર દ્વારા શાંતિલાલ ભાઈ ના લગ્ન જીનલ નામની યુવતી સાથે કરાવવામાં આવ્યા હતા. જોકે આ તેમના ત્રીજા લગ્ન હતા આ અગાઉં પણ જીનલ ના બે લગ્ન થયા હતા જેમાં તેને એક પુત્રી હતી.
લગ્ન બાદ શરૂઆત માં બધું સરખું ચાલ્યું પરંતુ થોડા સમય બાદ શાંતિલાલ અને જીનલ વચ્ચે તેમના બાળકને લઈને કંકાશ થવા લાગ્યો જેને અવાર નવાર પરિવાર દ્વારા શાંત કરવામાં આવતો પરંતુ તેવામાં એક દિવસ જીનલ આ બાળકને લઈને તેમના ઘરના ઉપરના રૂમમાં ભણાવવાના બહાને લઇ ગઈ જે બાદ થોડા સમય બાદ નીચે આવી અને ભદ્ર દીવાલ ઓળંગીને ભાગી ગયો તેવી વાત પરિવાર ને જણાવી.
જે બાદ પરિવારે શોધ શરૂ કરી ત્યારે ભદ્ર નું મૃત શરીર તેમના જ ઘરના ઉપરના રૂમમાંથી એક બેગ માંથી મળી આવ્યું જે બાદ પૂછપરછ કરતા જીનલે ભદ્ર ના મોં પર ડૂચો લગાવી અને હાથ પગ બાંધીને બેગ માં પૂરિયો હોવાનું સામે આવતા પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો જે બાદ પોલીસે જીનલ ને પકડી લીધી. આજે ચાર વર્ષ બાદ પણ પરિવાર પુત્ર ભદ્ર ના મોટ નો યોગ્ય ન્યાય મળે તે માટે અને જીનલ ને કડક સજા થાય તેવી આશા કરે છે, આ માટે પિતાએ એવી શપથ પણ લીધી છે કે જ્યાં સુધી પુત્ર ભદ્રને ન્યાય નહિ મળે ત્યાં સુધી તેઓ બીજા લગ્ન નહિ કરે.
