માં એ દિકરા મા જીવ પૂર્યો ! દેશ મા સૌપ્રથમ એવી ઘટના બની કે એક મા એ પોતાની કીડની…
સ્ત્રી એ સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહેવામાં આવે છે. હાલમાં જ દેશમાં પ્રથમ વખત 81 વર્ષની મહિલાની કિડની તેના 56 વર્ષના પુત્રમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનાર આ સફળ ઓપરેશન નવી મુંબઈની એપોલો હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, જાણવા મળ્યું કે,56 વર્ષીય રાજેન શશિકાંત શાહને 2020 માં ખબર પડી કે તેઓ કિડનીની ગંભીર બિમારીથી પીડિત છે.
આ પછી તેને અઠવાડિયામાં ચાર વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. આનાથી રાહત માટે ડૉક્ટરોએ તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી. શરૂઆતમાં તેણે બહાર ડોનરની શોધ કરી, પરંતુ યોગ્ય ડોનર ન મળતાં ડોકટરોની સલાહ બાદ તેની માતા કલા શશિકાંત શાહ તેને કિડની આપવા સંમત થયા.કલાબેનના પુત્ર રાજેન શાહ આઈટી પ્રોફેશનલ છે. અગાઉ તેની પત્નીએ પણ તેની કિડની ડોનેટ કરવા માટે સંમતિ આપી હતી, પરંતુ તેને હાઈ બ્લડ પ્રેશર હોવાથી ડોક્ટરોએ ના પાડી દીધી હતી.
જોકે, કલા શાહની 81 વર્ષની ઉંમર જોઈને પહેલા તો ડોક્ટરોને શંકા હતી કે તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે નહીં. જે બાદ તેના કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં તેની કિડની યોગ્ય જણાઈ હતી. આખરે થોડા દિવસ પહેલા જ માતાની કિડની પુત્રના શરીરમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. હાલમાં બંને ફિટ છે અને પોતાના ઘરે છે.
રાજેન શાહ પણ ટાઈપ 2 ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના દર્દી છે, તેથી તેમને કિડનીની ગંભીર બિમારીથી પીડાતા અઠવાડિયામાં ચાર દિવસ ડાયાલિસિસ કરાવવું પડતું હતું. તે અને તેનો પરિવાર મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહે છે. રાજેન શાહ આઈટી પ્રોફેશનલ છે. વૃદ્ધ માતા અને પુત્ર રાજેન 2021માં કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ સ્વસ્થ છે. તેમની પત્નીએ પણ રાજેન શાહને કિડની આપવા સંમતિ આપી હતી, પરંતુ તેમને હાઈપરટેન્શન હોવાથી ડૉક્ટરોએ ના પાડી દીધી હતી.
આ સફળ ઓપરેશન બાદ કલા શાહે જણાવ્યું કે તે સવારે વહેલા ઉઠે છે અને યોગ્ય સમયે ભોજન લે છે. હંમેશા સક્રિય. ઘરમાં સંપૂર્ણ સકારાત્મક વાતાવરણ છે, તેથી તણાવનો કોઈ પ્રશ્ન નથી. એટલા માટે આ ઉંમરે પણ તે સંપૂર્ણ રીતે ફિટ છે.આ પહેલા દિલ્હીમાં 80 વર્ષના વૃદ્ધે કિડનીનું દાન કર્યું હતું.અપોલો હોસ્પિટલના ડૉક્ટર અમોલ પાટીલે જણાવ્યું કે, આ પહેલા દિલ્હીમાં 80 વર્ષના એક વ્યક્તિએ કિડનીનું દાન કર્યું હતું. આ કિસ્સામાં, કિડની દાતાની ઉંમર 81 વર્ષ છે. આ રીતે, કલા શાહ સૌથી વૃદ્ધ જીવંત કિડની દાતા છે.