મા એ અઢીવર્ષના દીકરા સાથે લઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ! દીકરાનું મુત્યુ થઈ જતા ફઇનું હૈયાં ફાટ રુદન જોઈને સૌ કોઈએ…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર આત્મહત્યાઓની ઘટના બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુખદાયી ઘટના બની છે. આ વાત જાણીને તમારા આંખમાંથી આંસુઓ વહી જશે. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, હાલમાં જ પાટણના ખાન સરોવર ખાતે આજે મંગળવારે સવારે 09:45 વાગ્યે એક મહિલાએ અગમ્ય કારણોસર પોતાના અઢી વર્ષીય પુત્ર સાથે છલાંગ લગાવી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે.આવી ઘટના બનતાની સાથે જ તાત્કાલિક 108 સેવાને જાણ કરાતાં મહિલાને એમ્બ્યુલન્સની મદદથી ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોતાના વ્હાલસોયા ભત્રીજાના મોતને પગલે ફોઈના રુદન થી સૌ કોઈની આંખો ભીની થઇ ગયેલ.
આ ઘટના વિશે વધુ માહિતી જાણીએ તો, પાટણ શહેરની યસ ટાઉનશીપમાં રહેતા ચેતનાબેન નાઈએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાની કોશિશ કરી સાથો સાથ પોતાના પુત્ર શિવ સાથે પાટણના ખાન સરોવરમાં છલાંગ લગાવતાં તેમના પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.હાલમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ.
જ્યારે પોતાના વ્હાલસોયા ભત્રીજાના મોતને પગલે તેના ફોઈ હૈયાફાટ આક્રંદ કરતાં જોવા મળ્યાં હતાં. “મારો પતિ પણ મરી ગયો અને મારો દીકરો-મારો ભાણીયો મરી ગયો, હવે હું શું કરીશ” ખરેખર જ્યારે ત્યાં હાજર સૌ કોઈ ફોઈના આવા રુદનને સાંભડયું ત્યારે ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઇ ગયેલ.જીવનમાં મુશ્કેલી અનેક આવશે પરતું જીવન ટૂંકાવી દેવું એ અંતિમ નિર્ણય નથી. મૃતક બાળકની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.
