એક મા શુ ના કરી શકે ??? એક દિકરા ને સફળતા અપાવવા માટે એક મા એ આવો સંઘર્ષ કર્યો
આ જગતમા મા થી મોટું કોઈ નથી આ વાત તો તદ્દન સાચી જ છે. એક વાત તો સત્ય છે કે મા પોતાના દીકરા અને દીકરીઓ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આજે આપણે એક એવી જ મા ની વાત કરવાની છે જેને પોતાના દીકરાને સફળ બનાવવા ખૂબ જ સઘર્ષ કરેલ અને આજે તે સંઘર્ષનું પરિણામ પેજ મળ્યું ખરા! કહેવાય છે ને કે, જગતમાં અમસ્તા જ મા ને સર્વસ્વ નથી ગણી. આ કહાની તમને ખૂબ જ પ્રેરણાદાયક લાગશે.
આ ઘટના છે , ગોંડલ તાલુકાનાં મોવિયા ગામની જ્યાં ધીરુભાઇ ઠુંમર નામના એક ભાઇ રહેતા હતા. ધીરુભાઇને બીમારી થતા તેમનું જીવન ખોરવાઈ ગયું અને કંઈપણ કામ કરી શકતા ન હતા આ કારણે પરિવાર ચલાવવાની જવાબદારી એમના પત્નિ લલીતાબેન પર આવી. એક સ્ત્રી ધારે તો કંઈપણ અશક્ય કાર્યને શક્ય બનાવી શકે છે.લલિતા બેનને બે દિકરાઓ હતા પણ દિકરા નાના હતા એટલે ખેતીવાડીની બધી જ જવાબદારી લલીતાભાભીએ પોતાના માથે લઇ લીધી
દિવસ રાત તેઓ કામ કરતા અને કમાણીનો મોટો ભાગ તો પતિની દવામા ચાલ્યો જાય પણ હિંમત હાર્યા વગર મહેનત કર્યે રાખે. દરેક મા નું એક સપનું હોય છે. તેમ લલિતા બેનનું એક સપનું હતું કે ,મોટો દિકરો હર્ષદ ભણવામાં સામન્ય પણ નાનો દિકરો મિતુલ ભણવામાં હોશીયાર એટલે. ધો.12 સુધીનો અભ્યાસ મીતુલે મોવિયા ગામની જ સરકારી શાળામાં પુરો કર્યો. સેલ્ફફાઇનાન્સ કોલેજની ફી તો આ પરિવારને પોસાય તેમ નહોતી એટલે મેં જે કોલેજમાં અભ્યાસ કરેલો એ રાજકોટની પીડીએમ કોલેજમાં બી.કોમ.કર્યું.
મિતુલ કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે એના પિતા ધીરુભાઇનું લાંબી બિમારી બાદ અવસાન થયુ. મિતુલનું ગ્રેજ્યુએશન પુરુ થયુ પછી એમસીએ કરવા માટે બેંગલોર જવાનું નક્કી થયુ અને બેગલોર જવાનો ખર્ચ વધુ હતો છતાં પણ તેમને પોતાના ઘરેણા વેંચવા અને. વ્યાજે રૂપિયા લઈને પણ દીકરાનું ભવિષ્ય સુધારવું હતું.
મિતુલને આગળના અભ્યાસ માટે બેંગ્લોર ગયી અને ખેતીમાંથી થતી આવકમાંથી માંડ માંડ ઘર ચાલે એટલે દિકરાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે લલીતાભાભીએ સગા-વહાલા પાસેથી ઉછીના પૈસા લઇને દેવુ કર્યુ. મસી પુરુ કર્યા પછી બેંગ્લોરની જ એક કંપનીમાં મિતુલને મહિને 7000ના પગારથી નોકરી મળી ગઇ. બેંગ્લોર જેવા શહેરમાં મહિને 7000માં પોતાનું પણ પુરુ ના થાય ત્યાં પરિવારને મદદ તો ક્યાંથી થઇ શકે!
મિતુલ એને મળતા પગાર સામે જોયા વગર દિલ દઇને કામ કરતો. ધીરે ધીરે કંપનીઓ બદલાતી ગઇ અને પગાર પણ વધતો ગયો. કહેવાય છે ને સફળતા જરૂર મળે છે. અમેરીકાની 250 વર્ષ જુની કંપનીમાં નોકરી મળી ગઇ છે. 2011માં મહિનાના 7000નો પગાર મેળવતો મિતુલ અત્યારે વાર્ષિક 18 લાખના પેકેજમાં કામ કરે છે. નોકરી ઉપરાંતના સમયમાં વધારાનું કામ કરીને બીજી 5 થી 6 લાખની કમાણી કરી લે એ પાછી જુદી. ખરેખર ધન્ય છે, આ માને જેને પોતાનું જીવન પોતાના દીકરા માટે સમર્પિત કરીને અથાગ પરિશ્રમ થકી સફળતા અપાવવી.
