Gujarat

કેનાલ મા કાર ખાબકતા લોકો ની નજર સામે જ પતિ પત્ની ડૂબ્યા ! લોકો એ બચાવવા દોરડુ ફેકયુ પણ…

આજ રોજ એક દુઃખદ ઘટના બની છે, નવદંપતીને રોડ અકસ્માતના લીધે કાળ ભરખી ગયો છે. ખરેખડ આ ઘટના જાણીને તમને પણ દુઃખ અનુભવ થશે કારણ કે, આ ઘટનામાં બંને દંપતી પોતાનો જીવ બચાવવા અનેક પ્રત્યન કર્યા પરંતુ છતાંય આ બંને જીવ ગયો.ચાલો અમે આપને જણાવીએ કે, હળવદ પાસે નવદંપતીની કાર કેનાલમાં ખાબકી અને પછી બચવા માટે બોનેટ પર ચડીને દોરડું પકડ્યું છતાં ન બચ્યાં, 10 મહિના પહેલાં થયા હતા અને આખરે આવી ઘટના લીધે બંનેનો જીવ ગયો.

આ ઘટના વિશે સંપૂર્ણ વિગત જાણીએ તો, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલી અજિતગઢના નવદંપતીની કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાળા નજીક કેનાલમાં ખાબકતા નવદંપતીનું મોત નીપજ્યું છે. કાર કેનાલમાં ખાબકતાં બંને ગાડીના કાચ તોડીને બહાર નીકળી જઇ બોનેટ પર ચઢી ગયા હતા.આ ઘટના દરમિયાન જ ભાઇએ એમને બચાવવા માટે કેનાલમાં રાંઢવુ પણ નાખ્યું હતું અને આ નવદંપતીએ દોરડું પકડી પણ લીધુ હતુ પણ તેઓ બચી શક્યા નહોતા.

મૃતક દંપતી વિશે જાણીએ તો આ ઘટનામાં રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર અને તેમના પત્ની મિતલબેન રાહુલભાઈ માળીયાના મેઘપર ગામે સગાઇના પ્રસંગમાં જવા નીકળ્યા હતા. ત્યારે જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે પસાર થતી વેળાએ માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં તેઓની કાર ખાબકી હતી. મિત્તલબેનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ રાહુલભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કલાકો બાદ રાહુલભાઈનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં કલ્પાંત છવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, અકાળે મોતને ભેટનાર રાહુલભાઈ અને મિતલબેનના લગ્ન દસેક માસ પહેલા જ થયા હતા અને સપરમાં દિવસો શરૂ થતાં સગાઈમાં જતી વખતે જ આ કરુણ ઘટના બનતા આહીર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.આ બંનેની આત્માને શાંતિ મળે એજ ઈશ્વરને પ્રાર્થના તેમજ તેમના પરિવારજનોને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ દુઃખ એવું છે કારણ કે, હજુ આ બંને પોતાનું જીવન હજું જોયું ન હતું અને બંને દંપતીઓ ને કાળ ભરખી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!