આ કારણે તે મુકશે અંબાણી ના નાના દિકરા ને 500 દીવસ ઘરથી દૂર રહેવુ પડ્યુ હતુ ! એવી મહેનત કરવી પડી હતી કે…
આજે આપણે વાત કરીશું મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી વિશે. ઘણા ઓછા લોકો આ વાત વિશે વાત જાણે છે કે 500 દિવસ સુધી અનંતને ઘરની બહાર રહેવું પડયું હતું. નિતા અંબાણી એક ઇન્ટરવ્યૂમાં આ વાત મીડિયા સમક્ષ કહી હતી. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે એવું તે શું કારણ હતું કે તેને આટલો સમય ઘરથી દૂર રહેવું પડ્યું હતું.
આપણે સૌ કોઈ એ વાત તો જાણીએ છીએ, કે અનંત અંબાણી, મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્રએ 18 મહિનામાં 118 કિલો વજન ઓછું કર્યું હતું અને જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા.અનંત અંબાણીને ક્રોનિક અસ્થમા છે. જેથી તેના માટે વજન ઘટાડવો સરળ નહોતો. જેના માટે તેણે જે દવાઓ લીધી તેના કારણે તેમનું વજન વધી ગયું હતું.
તમને જાણીને નવાઈ લાગશે કે જીવનું જોખમ હોવા છતાં પણ મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરાને વજન ઘટાડવું જ હતું.અનંત અંબાણીની તેમના દેખાવ માટે ઘણીવાર મજાક પણ કરવામાં આવતી હતી. તેઓ ભાગ્યે જ જાહેરમાં દેખાતા હતા. સોશિયલ મીડિયામાં અવારનવાર લોકો તેમની મજાક ઉડાવતા હતા. આજ કારણે બનાવ એવો બન્યો કે આખરે તેમને એક એવો નિર્ણય લીધો, જે ખૂબ જ કઠિન હતું પણ આખરે અનંત કરી બતાવ્યું.
આ નિર્ણય અંગે અંબાણી એ જણાવેલ કે અનંત વજન ઓછું કરવા માટે ઘર છોડીને જામગર ચાલ્યો ગયો હતો અને અહીંયા જ તે રોજનું 20 કીમી દોડી અને વર્કઆઉટ તેમજ ડાયટ પ્લાન ફોલો કરીને 500 દિવસમાં 118 કિલો વજન ઓછું કર્યું.અનંત અંબાણી મોટા ભાગે IPLની મેચ દરમિયાન જોવા મળતા હતા. અનંત અંબાણીએ વજન ઘટાડવાનું નક્કી કર્યું. અનંતની પ્રોગ્રેસનો ખ્યાલ તેમના ટ્રેઈનર વિનોદ ચન્ના રાખી રહ્યા હતા.અનંત અંબાણીએ ઝીરો સુગર, લો-કાર્બ ડાયેટ, જરૂરી પ્રોટીન અને ફેટ સાથેનું ડાયેટ ફૉલો કર્યું અને આખરે તેને પોતાનો વજન ઓછો કરેલ.