India

સતત બે વર્ષથી મુકેશ અંબાણી લીધો નથી પગાર, જાણો કેટલો છે પગાર?

હાલમાં સોશિયલ મીડિયામાં એક સમાચાર બહુ ચર્ચાનો વિષય બન્યા છે, તમને જાણીને નવાઈ લાગશે કે, દેશના સૌથી ધનિક વ્યક્તિએ છેલ્લા બે વર્ષ થી પોતાનો પગાર જ નથી લીધો. આ વાત સાંભળીને કોઈને પણ આંચકો લાગે કે, દેશના ધનિક વ્યક્તિની પોતાની કંપની હોવા છતાં પણ પગાર મળે છે? અમે આપને જણાવીએ દઈએ કે, રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જૂન 2020 થી 2020-21 માટે પોતાનો પગાર છોડવાનો નિર્ણય કર્યો છે.

અમે આપને જણાવીએ કે, દેશમાં જ્યારથ કોરોના મહામારી આવી ત્યારથી સતત બીજા વર્ષે પોતાની કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ માંથી પગાર ન લીધો કારણ કે વેપાર અને અર્થવ્યવસ્થા પ્રભાવિત થતાં સ્વેચ્છાએ પોતાનો પગાર છોડી દીધો હતો. હાલમાં જ તાજા વાર્ષિક રિપોર્ટ અનુસાર કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21 માટે અંબાણીનો પગાર ‘શૂન્ય’ હતો.

આવું પહેલીવાર નથી બન્યું કારણ કે, આ પહેલાં મુકેશ અંબાણીએ 2021-22 માં પણ પોતાનો પગરા લીધો નહી. એટલે કે કુલ મળીને બે વર્ષથી મુકેશ અંબાણીએ પગાર લીધો નથી. મુકેશ અંબાણીને રિલાયન્સ પાસેથી કોઇપણ ભથ્થું, લાભો, નિવૃત્તિ લાભો, કમીશન અથવા સ્ટોક વિકલ્પનો લાભ લીધો નથી.

તમને જણાવીએ કે, મુકેશ અંબાણીને અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટરના વેતનને 2008-09 થી 15 કરોડ રૂપિયા સુધી સીમિત કરી દીધું હતું. તેમના પિતરાઇ ભાઇ નિખિલ અને હીતલ મેસવાણીનો પગાર 24 કરોડ રૂપિયા પર અપરિવર્તિત રહ્યો, પરંતુ આ વિશે 17.28 કરોડ રૂપિયાનો કમીશન લાભ હતો. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદ અને પવન કુમાર કપિલના પગારમાં સામાન્ય ઘટાડો થયો. 

ખરેખર આ વિચારવા જેવી વાત છે પરંતુ મુકેશ અંબાણીએ બે વર્ષ સુધી પગાર ન લેવાથી તેમના પરિવારમાં કોઈપણ પ્રકારની અસર નથી વર્તાવવાની કારણ કે, આજના સમયમાં આ વાત સૌ માટે આશ્ચય જનક છે પરંતુ કંપની દ્વારા આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો છે, ખરેખર છેલ્લા બે વર્ષ થી પગાર ન લેવાથી કંપની ને 30 કરોડ થી વધારે ફાયદો થયો તેમ કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!