મુકેશ અંબાણી એ એક સાથે બે મોટી કંપની ખરીદી લીધી ! જાણો કેટલા કરોડ મા ડીલ થઈ
મુકેશ અંબાણી દિવસેને દિવસે વધુ અમીર બની રહ્યા છે. હાલમાં જ તેમને કરોડો રૂપિયામાં દુબઈમાં નાના દીકરા માટે ઘર લીધું. હવે સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અંબાણીએ બે કંપનીઓ ખરીદી લીધી છે. જેથી હવે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ વધારો થયો છે. હાલમાં જ મુકેશ અંબાણી એ પોતાનું ચેરમેન પદ છોડીને પોતાના મોટા દીકરાને સોંપી દીધું છે તેમજ તેના નાના દીકરા અમે દીકરીને પણ કંપનીમાં જવાબદારી સોંપી છે.
મુકેશ અંબાણી પોતાનો બિઝનેસનો વિસ્તાર કરી રહ્યા છે. હાલમાં જ અમેરિકી કંપની સેંસહોક અને સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલાની ડીલ કર્યા પછી તેમણે તાત્કાલિક જ પોલીએસ્ટર ચિપ અને દોરા બનાવટી કંપની શુભલક્ષ્મી પોલીએસ્ટર્સ લીમીટીડનું પણ અધિગ્રહણ કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, મુકેશ અંબાણી એ આ ડીલ 1500 કરોડ રૂપિયાની કરી છે.
શુભલક્ષ્મી પોલિટેક્સ લિમિટેડ ડાયરેક્ટ પોલીમરાઈઝેશનના માધ્યમથી ફાઈબર, યાર્ન અને ટેક્સટાઇલ ગ્રેડ ચિપ્સનું ઉત્પાદન કરે છે. આની પોલીમરાઝેશન ક્ષમતા 2,52,000 ટન પ્રતિ વર્ષ છે. ફર્મની બે ઉત્પાદન બ્રાન્ચ છે, જેમાંથી એક ગુજરાતના દહેજમાં છે, જ્યારે બીજી સિલવાસા, દાદરા નગર હવેલીમાં છે.
શેર બજારને મોકલવામાં આવેલ સૂચનામાં RILના પૂર્ણ સ્વામિત્વવાળી રિલાયન્સ પેટ્રોલિયમ રિટેલ લિમિટેડે શુભલક્ષ્મી પોલિએસ્ટર્સ લિમિટેડ અને શુભલક્ષ્મી પોલિટેક્સ લિમિટેડના પોલીએસ્ટર બિઝનેસ સાથે ડીલ કરી છે. આ હેઠળ SPL માટે 1,522 કરોડ રૂપિયા, SPTex માટે 70 કરોડ રૂપિયામાં ડીલ થઈ છે.
આ ડીલ પર ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ અને બંને કંપનીઓ સાથે સંબંધિત લેણદારોની મંજૂરી લેવી જરૂરી છે. રિલાયન્સની આ મોટી ડીલ કંપનીના ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસને આગળ વધારવાની દિશામાં ઉઠાવવામાં આવેલ પગલું છે.
રિલાયન્સ કંપની કેમ્પ કોલા ખરીદીને FMCG ક્ષેત્રમાં બિઝનેસને વિસ્તારવા માંગે છે. રિલાયન્સે 22 કરોડની ડીલ સાથે પ્યોર સોફ્ટ ડ્રિંક્સ ગ્રુપને હસ્તગત કર્યું છે. આ ડીલ સાથે કેમ્પા કોલા ફરી એકવાર ભારતીય બજારમાં પરત ફરવા જઈ રહી છે. કેમ્પા કોલા કંપની દ્વારા 1970ના દાયકામાં લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ પેપ્સી, કોકા કોલા જેવી કંપનીઓને કારણે તેને માર્કેટમાંથી બહાર કાઢવી પડી હતી. હવે તે ફરી એકવાર રિલાયન્સ સાથે બજારમાં પ્રવેશી રહી છે.