Gujarat

ભારતને દુનિયાનો સૌથી ગરીબ દેશ કહેનાર રિહાનાને મુકેશ અંબાણી એ પોતાના ઘર આંગણે આટલા કરોડો રૂપિયા આપ્યા…

અંબાણી પરિવારે રાધિકા અને અનંતના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં ” રિહાના ” ને બોલાવીને ઇતિહાસ રચી દીધો કારણ કે પહેલીવાર અને એ પણ આપણા ગુજરાતના જામગર શહેરમાં રિહાનાએ પર્ફોમન્સ આપ્યું. આ પર્ફોમ્સએ માત્ર અંબાણી પરિવારના મહેમાનોનું જ નહીં પણ ભારતભરના લોકોનું દિલ જીતી લીધું છે. રિહાના માટે પણ ગુજરાતની મુલાકાત ખુબ જ યાદગાર રહી છે કારણ કે તેને માત્ર પૈસા જ નહીં પણ લાખો લોકોનો પ્રેમ પણ મળ્યો છે. ચાલો અમે આપને જણાવીએ કે રિહાનાએ એક પર્ફોમન્સના કેટલા પૈસા વસુલ કર્યા.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, અંબાણી પરિવારે રિહાનાને અંદાજિત 52 કરોડ અથવા 72 કરોડ રૂપિયા આપ્યા હોવાની વાતો થઈ રહી છે. રિહાનાને ભાગ્યે જ કોઈ ઓળખતું હશે પરંતુ અંબાણી પરિવારના ઘર આંગણે કલાક સુધી પર્ફોમન્સ આપ્યા બાદ તેને ભારત ભરના તમામ લોકો ઓળખતા થઇ ગયા છે. તમને જણાવી દઈએ કે, આ એજ રિહાના છે જેણે એકવાર ભારતને ગરીબ દેશ ગણાવ્યો હતો. જોકે, રિહાનાનું આ નિવેદન એક આયોજનબદ્ધ ષડયંત્ર હેઠળ હતું. પરંતુ જે દેશને રિહાનાએ ગરીબ કહ્યો એ જ દેશમાં તે ડાન્સ કરવા માટે આવી.

આપણા ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે કે, એક ગુજરાતીએ રિહાનાને ગુજરાતની ધરતી પર લઇ આવ્યા અને તેની પાસે ડાન્સ કરાવ્યો. રિહાનાએ ગુજરાતમાં આવીને બૉલીવુડના સોન્ગ પર ઠુમકા લગાવ્યા તેમજ ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હશે તો પણ નવાઈની વાત નથી કારણ કે બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ જેવા જો ગુજરાતી અને ભારતીય પરંપરાના રંગે રંગાઈ શકે છે તો રિહાના કેમ બાકી રહે.

રિહાના વિષે ટૂંકમાં માહિતી આપીએ તો, રિહાનાનું પૂરું નામ રોબિન રિહાના ફેન્ટી છે, તેણી એક જાણીતી બારબેડિયન ગાયિકા અને મોડલ છે. તેણીનો જન્મ ૨૦ ફેબ્રુઆરી, ૧૯૮૮ના રોજ બારબેડોસના સેન્ટ માઈકલમાં થયો હતો. ૧૬ વર્ષની ઉંમરે, તેણીએ તેની સંગીત કારકિર્દીને આગળ વધારવા માટે અમેરિકા જવાનો નિર્ણય કર્યો. રિહાનાએ ૨૦૦૫માં તેનો પહેલો આલ્બમ “મ્યુઝિક ઓફ ધ સન” રિલીઝ કર્યો, જે બિલબોર્ડ ૨૦૦ ચાર્ટમાં ટોચના ૧૦માં પહોંચ્યો હતો. ત્યારબાદ તેણીએ “એ ગર્લ લાઈક મી” (૨૦૦૬), “ગુડ ગર્લ ગોન બેડ” (૨૦૦૭), “રેટેડ આર” (૨૦૦૯), અને “લાઉડ” (૨૦૧૦) જેવા ઘણાહિટ રહ્યા,દુનિયાભરમાં ૨૫૦ મિલિયનથી વધુ રેકોર્ડ્સ વેચ્યા છે, જેના કારણે તેણી દુનિયાની સૌથી વધુ વેચાતી સંગીત કલાકારોમાંથી એક બની ગઈ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!