અંબાણી પરીવારની મુશ્કેલીમા વધારો ! 8 ધમકી ભર્યા કોલ આવ્યા અને કીધુ કે ” સમગ્ર પરીવારને ખતમ
હાલ ના સમય મા ધમકી આપવાનો સીલસીલો સતત ચાલુ છે થોડા દિવસ અગાવ ગુજરાતના મોરબી ના એક વેપારી ને લોરેન્સ બિશ્નોઈ ગેંગ ના નામે મારી નાખવાની ધમકી અપાઈ હતી અને 25 લાખ રુપીયા આપવાની માંગ કરાઈ હતી આ ઉત્તરપ્રદેશ ના CM યોગી ને પણ ધમકી મળી હતી જ્યારે હવે દેશના ધનીક પરિવાર અંબાણી પરિવાર ને ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જો આ અંગે વિગતે વાત કરીએ તો મીડીઆ ના અહેવાલ મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા 8 ફોન આવ્યા છે. ફોન કરનારે અંબાણી પરિવાર ને ત્રણ કલાંક મા ખતમ કરી નાખવાની ધમકી આપી છે. આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગેની ફરીયાદ DB માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે.
ધમકી ભર્યા કોલ બાદ પોલીસ તપાસ નો ધભધભાટ આદર્યો છે અને કોલ કરનાર વેરિફાઈ કરી રહી છે. જ્યારે બીજી બાજુ અંબાણી પરીવાર ની સુરક્ષા મા વધારે કરવા આવ્યો હતો. આ ઉપરાંત મુંબઈ પોલીસ કમિશ્નરને આ અંગે જાણકારી અપાઈ છે. કેસની તપાસ માટે મુંબઈ પોલીસે ત્રણ ટીમ બનાવી છે. આ પ્રથમ વખત નથી જ્યારે મુકેશ અંબાણી અને તેના પરિવાર ને ધમકી મળી હોય આ અંગાવ પણ વર્ષ 2013માં હિજબુલ મુઝાહિદ્દીનથી ધમકી મળી હતી જ્યારે કોગ્રેસ સરકાર દ્વારા તેને z+ સિક્યુરિટી આપી હતી.
ફેબ્રઆરી 2021માં એન્ટીલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી એક એસયુવી મળી હતી. એસયુવીમાં 20 જિલેટિન અને એક પત્ર મળ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીને ધમકી અપાઈ હતી. જયારે 2016 મા નીતા અંબાણી ને Y+ સિક્યોરિટી આપી હતી આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવે છે.
