GujaratIndia

મુકેશ અંબાણી ના દીકરાની સગાઈ રાધિકા સાથે યોજાઈ ! ગુજરાત ના આ ગામ થી છે રાધિકા નો પરિવાર…જુઓ સગાઈ ની ખાસ તસવીરો

ભારતના એક સફળ બિઝનેસમેન અને એક સમયે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીના પરિવારમાં થોડા દિવસો પેહલા જ એક મોટી ખુશખબરી આવી હતી જેમાં મુકેશભાઈની દીકરી ઈશાએ લોસ એંજીલેસમાં બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો, એવામાં મુકેશ અંબાણી નાના બની જતા અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો. એવામાં આ ખુશખબરીને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણીએ શ્રીનાથજી મંદિરમાં મહા ભોજ માટે પોહચ્યાં હતા જ્યા તેઓએ પોતાના દીકરા અનંતની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે કરી દીધી હતી.

રાજસ્થાનમાં આવેલ શ્રીનાથજી મંદિરમાં બંને પરિવારો હાજર રહીને આ સગાઈના સાક્ષી બન્યા હતા, જણાવી દઈએ કે રાધિકા અને અનંત નાનપણથી જ સારા એવા મિત્ર હતા, એટલું જ નહીં રાધિકા ગુજરાતથી તાલ્લુક ધરાવે છે. રિલાયન્સ ગ્રુપે આ અંગેની જાણ પ્રેસના આધારે કરી હતી. તમે મુકેશ અંબાણી વિશે તો જાણતા જ હશો તો ચાલો તમને તેઓના સંબંધી વીરેન મર્ચન્ટ વિશે જણાવી દઈએ. વીરેન મર્ચેન્ટ મૂળ ગુજરાતના કચ્છના રહેવાસી છે, તેઓ ADF ફુડ્સ લિમિટેડના નોન એકઝીકયુટીવ ડાયરેક્ટર હોવાની સાથો સાથ ‘એન્કોર હેલ્થકેયર પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના CEO અને વાઇસ ચેયરમેન છે.

વીરેનને બે દીકરીઓ છે જેમાં એક રાધિકા અને અંજલિ છે, તેઓની પત્ની શૈલા પણ એક બિઝનેસવુમેન હોવાની સાથો સાથ એન્કોર પ્રાઇવેટ લીમટેડ કંપનીની ડાયરેક્ટર છે, અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર એક ખાસ સંબંધ ધરાવે છે. રાધિકા વિશે વાત કરીએ તો રાધિકાએ ગ્રેજ્યુએશન ન્યુયોર્કની યુનિવર્સીટીમાં પૂર્ણ કર્યો હતો, જે બાદ તે ભારત પરત આવી અને અહીં તે ચેયરમેન તરીકે ઈસ્પ્રવામાં જોઈન થઇ હતી, આ એક રિયલ એસ્ટેટ ફર્મ છે જે સરખા સ્વાદ ધરાવતા લોકો માટે હોલીડે હોમ બનાવે છે.

રાધિકા મર્ચન્ટ એક સફળ બિઝનેસ વુમેન છે, તે તેના પિતા વીરેન મર્ચન્ટની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છે. રાધિકાના શોખ વિશે વાત કરવામાં આવે તો રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગ કરવાનું ખુબ પસંદ છે. રાધિકાને કોફી પીવી ખુબ જ પસંદ છે. અમુક એહવાલો અનુસાર સામે આવ્યું છે કે અનંત અને રાધિકા બાળપણથી જ એક બીજાના સારા એવા મિત્રો છે, એવામાં વર્ષ 2018માં બંનેની એક તસ્વીર પણ વાયરલ થઇ હતી જેમાં તેઓ લીલા આઉટફિટમાં નજરે પડ્યા હતા.

અંબાણી પરિવારની ભવિષ્યની બીજી પુત્રવધુ એવી રાધિકા એક સારી ક્લાસિકલ ડાંસર પણ છે, આથી જૂન 2022માં અંબાણી પરિવારે પોતાની થનારી પુત્રવધુ માટે એક અરંગેત્રમ સેરેમની હોસ્ટ કર્યો હતો જેમાં બૉલીવુડના ઘણા મોટા મોટા સુપરસ્ટારોએ પોતાની હાજરી આપી હતી. રાધિકાનો ડાંસ સૌ કોઈએ વખાણ્યો હતો. રાધિકાના આ ડાંસનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો જે લોકોને ખુબ પસંદ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!