Gujarat

મુળી ગામમાં આવેલ આ મંદિરમાં નિત્ય મોર ટહુકા કરે, ત્યારબાદ જ આરતી થાય છે! જાણો પાછળનો રસપ્રદ ઇતિહાસ…

મુળી ગામનો મહિમા ખુબ જ પવિત્ર છે. આજે આ ગામ ગુજરાતનું એક માત્ર એવું ગામ છે, જ્યા માંડવરાયજીનું મંદિર આવેલું હોય અને આ મંદિરની ખાસિયત અને ચમત્કાર એ છે કે, જ્યાં સુધી મોર આવીને ટહુકા ન કરે ત્યાં સુધી મંદિરની આરતી થતી નથી. ચાલો અમે આપને આ મંદીર વિશે વધુ માહિતગાર કરીએ. મૂળી ગામને સ્વામિનારાયણ ભગવાને પોતાના ચરણારવિંદ થી પવિત્ર કરેલ છે. ત્યારે ખરેખર આ ગામની એકવાર અવશ્ય મુલાકાત લેજો.

મૂળીની ગાદીએ પરમાર રાજાઓ શાસન કરતા અને આ સમય દરમિયાન જ મૂળીની ગાદી પર સાતમી પેઢીએ ચાંચોજી પરમાર નામના રાજા થઇ ગયા. એક વાર હળવદના રાજા કેસરજી, ધ્રોલના રાજા અને ચાંચોજી દ્વારકા ગયા. ત્યાં ગોમતીમાં સ્નાન કરી ત્રણેયે પોતાની મરજી મુજબ એક-એક પ્રતિજ્ઞા લીધી. ચાંચોજી પરમારે પ્રતિજ્ઞા લીધી કે મારી પાસે આવીને કોઇ પણ વ્યક્તિ જે માગે તે આપવું.

રાજવીની અને હળવદના રાજાએ લીધેલી પ્રતિજ્ઞાઓ તૂટી ગઇ પણ ચાંચોજી પરમારનું વ્રત અખંડ રહ્યું. આથી હળવદના રાજા કેસરજીને તેની ઇર્ષ્યા થઈ આવી. તેણે ચાંચોજીનો પ્રતિજ્ઞાભંગ કરવા માટે પોતાના દશોંદી ચારણને કહ્યું. ઘણી આનાકાની પછી ચારણ તૈયાર થયો. ચાંચોજીના દરબારમાં ચારણ આવ્યો અને તેણે ચાંચોજી પાસે જીવતા સિંહના દાનની માગણી કરી! આખા ડાયરાએ ચારણને આવું ના કરવા સમજાવ્યો પણ ચારણ તો હઠ લઇને બેઠો. 

જ્યારે રાજા દિવસે પાંચાળના ડુંગરોના ગાળામાં બધાં ગયા ત્યારે ભગવાન માંડવરાયજી ખુદ સાવજ બનીને આવ્યા. ચાંચોજી એને પકડીને ચારણ પાસે લાવ્યા. ચારણ એ વાત તો સાવ ભૂલી જ ગયેલો કે સાવજનું દાન સ્વીકારવું કઇ રીતે ? ત્યારે ચાંચોજી તમે હવે એને છોડી મૂકો. એટલે મેં માગેલુ દાન પહોંચી ગયું સમજજો! ચાંચોજીએ સિંહને વંદન કરી છોડી મૂક્યો. ભગવાન માંડવરાયજીએ એમની આબરૂ રાખી હતી! 

ખરેખર આ એક ચમત્કારી વાત કહેવાય કારણ કે, જે રીતે માંડવરાયજી એ રાજાને વ્હારે આવ્યા તેમ આજે પણ પોતાનું હયાતી મહેસુસ કરાવે છે. મૂડી ગામની મધ્યમ આવેલ મંદિરમાં સવાર-સાંજ ભગવાન માંડવરાયની આરતી થાય છે. એક મોર કોઇ અગોચર ખૂણેથી પ્રગટતો હોય એમ આવીને મંદિરની ટોચ ઉપરના ચોક્કસ સ્થળે બેસીને બે ટહુકા કરે અને ત્યારબાદ આરતીની શરૂઆત થાય છે!  અનેક વરસો વીતી ગયા પણ આ ઘટનાક્રમમાં કદી ફેરફાર નથી થયો! દરરોજના નિયત સમયે મોર ટહુકે છે અને આરતી બાદ મોર જતો રહે છે. ક્યાં જાય છે એ કોઇ નથી જાણતું! જ્યારે પણ મૂળી આવો ત્યારે આ સ્થાનની અવશ્ય મુલાકાત લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!