એક સમયે આ વ્યક્તિ મુંબઈ નો ડોન હતો જેણે દાઉદ ને લાત મારીને પિટયો હતો…
મુંબઈ એટલે માયાનગરી! આ મુંબઈમાં અનેક ડોનએ રાજ કર્યું છે, ત્યારે ચાલો આજે અમે આપને એક એવા ડોન વિશે વાત કરીશું કે, એક સમયે જેણે દાઉદ ને લાત મારીને પિટયો હતો.
ચાલો અમે આપને આ ડોન વિશે જણાવીએ! મુંબઈમાં દાઉદનું નામ તો મોખરે જ હતું પરંતુ એનાથી વિશેષ કરીમ લાલનો ખોફ પણ એટલો જ હતો.કરીમ લાલા અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતના શેગલ જિલ્લાના સમલમ ગામમાં અબ્દુલ કરીમ શેર ખાન તરીકે ઓળખાતો.
કરીમ લાલાનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો. તે પશ્તૂન હતો અને 21 વર્ષની ઉંમરે કામની તલાશમાં ભારત આવ્યો હતો. 1930માં પેશાવરથી મુંબઈ પહોંચીને તેણે નાના-મોટા કામ કરવાના શરૂ કરી દીધા પરંતુ તેને કંઈ જામ્યુ નહિ.કરીમ લાલાનો પરિવાર સંપન્ન હતો પરંતુ તેને વધારે પૈસા કમાવવાની ખૂબ ઈચ્છા હતી.આથી તેણે અપરાધની દુનિયામાં પગ મૂકી દીધો. તેણે મુંબઈના ગ્રાન્ટ રોડ સ્ટેશન પાસે એક મકાન ભાડે લીધું અને તેમાં સોશિયલ ક્લબ નામથી એક જુગારનો અડ્ડો શોધ્યો.
આ ક્લબે જોતજોતામાં મુંબઈમાં ધાક જમાવી દીધી.લાલાના ક્લબમાં જુગાર રમવા માટે નામી શેઠિયાઓ આવતા હતા. આજે અમે આપને કરીમલાલા અને દાઉદ વિશે જણાવીશું. આ કિસ્સો મુંબઈના ઇતિહાસમાં ખૂબ જ યાદગાર છે.
કરીમ લાલાએ એક વાર ડી કંપનીના સર્વેસર્વા દાઉદ ઈબ્રાહિમને પણ લાત-મુક્કા મારી મારીને પીટ્યો હતો. ત
આથી તેની ઓળખાણ પણ વધવા માંડી.
કરીમ લાલાએ મુંબઈ પોર્ટ પર ઘરેણા, સોના, હીરાની તસ્કરીમાં પણ હાથ અમાવ્યો. છોડા સમય બાદ મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ ઈબ્રાહિમ કાસકરના બે દીકરા દાઉદ ઈબ્રાહિમ કાસકર અને શબ્બીર ઈબ્રાહિમ કાસકર હાજી મસ્તાનની ગેંગ સાથે જોડાઈ ગયા. બંનેએ લાલાના એરિયામાં તસ્કરીનો ધંધો શરૂ કર્યો.આનાથી નારાજ થીને કરીમ લાલાએ દાઉદને પકડીને ખૂબ પીટ્યો હતો.
દાઉદે ત્યાંથી ગમે તેમ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. પછી ફરી એકવાર કરીમ લાલાના વિસ્તારમાં ધંધો શરૂ કર્યા. ત્યાર પછી દાઉદને પાઠ ભણાવવા માટે 1981માં પઠાણ ગેંગને દાઉદના ભાઈ શબ્બીરની હત્યા કરી નાંખી. ત્યાર પછી દાઉદે 1986માં કરીમ લાલાના ભાઈ રહીમ ખાનની હત્યા કરી.કાળા ધંધા કરવા ઉપરાંત લાલા ચેરિટીનું કામ પણ કરતો હતો.
તે અવારનવાર પાર્ટીઓ કરતો જેમાં બોલિવુડની મોટી મોટી હસ્તીઓ આવતી. બોલિવુડની અનેક ફિલ્મો અને તેમના પાત્રો કરીમ લાલા અને તેની ગતિવિધિઓને મળતા આવે છે. જેમ કે, 1973માં સુપર હિટ ફિલ્મ જંજીર આવી હતી જેનું પાત્ર શેર ખાન લાલાના પાત્રને ઘણું મળતું આવતું હતું.19 ફેબ્રુઆરી 2002ના રોજ 90 વર્ષની ઉંમરે મુંબઈમાં કરીમ લાલાનું મૃત્યુ થયું હતું.
