મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન થયું ! આટલી સંપત્તિ ના માલિક અને આટલો બિઝનેસ છોડી ગયા
હાલમાં જ એક દુઃખદાયી ઘટના બની છે. આપણે જાણીએ છે કે, આ જગતમાં ક્યારે શું બની જાય છે એ કોઈ નથી જાણતું તેમજ આ જગતમાં વ્યક્તિ ખાલી હાથે આવે છે ને ખાલી હાથે ચાલ્યા જાય છે. હાલમાં જ જ એક ઘટના બની છે, ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. તેઓ આ દુનિયા છોડીને તો ચાલ્યા ગયા પરંતુ એક હજાર કરોડની સંપત્તિ છોડીને ચાલ્યા ગયા.
આ ઘટના અંગે જાણીએ તો, અકસ્માત મુંબઈ-અમદાવાદ હાઈવે પર થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ મિસ્ત્રીની મર્સિડિઝ કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં કુલ 4 લોકો સવાર હતા. આ એક્સીડન્ટમાં મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968નાં રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ પાલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. સાયરસે મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. જે બાદ તેઓ સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે લંડન ગયા. તેમની પાસે લંડન બિઝનેસ સ્કૂલથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પણ હતી.
સાયરસે 1991માં પોતાનો ફેમિલી બિઝનેસ જોઈન કર્યો. તેમને 1994માં શાપૂરજી પાલોનજી ગ્રુપના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. તેમના નેતૃત્વમાં કંપનીએ ભારતના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર, સૌથી લાંબા રેલવે પુલ અને સૌથી મોટા પોર્ટનું નિર્માણ કર્યું. પાલોનજી ગ્રુપનો બિઝનેસ કપડાંથી લઈને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે.
ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને આ પદ સોંપવામાં આવ્યું હતું. મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા વયના ચેરમેન હતા.મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં 18.4% ભાગીદારી છે. તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા મોટા શેર હોલ્ડર્સ છે.તમને જણાવી દઈએ કે સાયરસ મિસ્ત્રીની પોતાની સંપત્તિ 1000 કરોડથી વધુ છે.
