મુસાવાલા હ-ત્યા કેસ મા સૌથી મોટા ડોન ની એન્ટ્રી ! દિલ્હી ની ક્રાઈમ દુનીયા નો એક્કો કહેવામા આવે છે આ ડોન ને…
હાલમાં મીડિયામાં માત્ર ને માત્ર મુસેવાલાના હત્યા કેસની જ ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મુસાવાલા હત્યા કેસ મા સૌથી મોટા ડોન ની એન્ટ્રી ! દિલ્હી ની ક્રાઈમ દુનીયા નો એક્કો કહેવામા આવે છે. ચાલો અમે આપને આ ડોન વિશે જણાવીએ કે, આખરે આ ડોન કોણ છે જેના થી કાનૂનના હાથ પણ દૂર છે. ખરેખર દિવસે ને દિવસે મુસેવાલા હત્યા કેસ વધુ ગુંચવણ ભર્યો થઈ રહ્યો છે.
મુસેવાલાની હત્યા થયા બાદ હવે દિલ્હી-NCRમાં ‘દિલ્હીના દાઉદ’ના નામથી કુખ્યાત નીરજ બવાનાએ મૂસેવાલાના મર્ડરની જવાબદારી લેનાર ગેંગસ્ટર લોરેન્સને 2 દિવસમાં બદલો લેવાની ધમકી આપી છે. આમ પણ કહેવાય છે ને કે, જેવા સાથે તેવા. નીરજ બવાનાનું સૌથી લ ખતરનાક અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની D કંપની સાથે પણ જોડાયું હતું. દિલ્હીની તિહાડ જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનીસુપારી આપી હતી.નીરજ બવાનાના ગેંગમાં 300થી વધુ શૂટર છે
ગેંગસ્ટર લોરેન્સની પોલીસ રિમાન્ડ પર તિહાડ જેલમાંથી બહાર ગયા બાદ નીરજ બવાના ગેંગ તરફથી આવેલી ધમકીઓ પછી ગુપ્તચર એજન્સીઓ હાઈએલર્ટ પર છે.નીરજ બવાના લાંબા સમયથી ગેંગસ્ટર લોરેન્સની સાથે દિલ્હીની તિહાડ જેલમાં જ બંધ છે. બંનેને જેલની અંદર હાઈ સિક્યોરિટીવાળા બે અલગ-અલગ એરિયામાં રાખવામાં આવ્યા છે. બંને ગેંગના મોટા ભાગના શૂટર પણ દિલ્હી ઉપરાંત NCR એરિયાની જેલમાં બંધ છે.
16-17 વર્ષથ નીરજ બવાનાના ગુન્હામાં સંડોવાયેલ છે અને તેના અનેક દુશ્મન પણ છે. એક સમયે નીરજ બવાનાનો સાથી રહેલો સુરેન્દ્ર મલિક ઉર્ફે નીતુ ડાબોદા બાદમાં તેનો દુશ્મન બની ગયો હતો. બંને વચ્ચે અનેક વખત ગેંગવોર પણ થઈ જેમાં લગભગ દોઢ ડઝન લોકો માર્યા ગયા. વર્ષ 2013માં ડાબોદાને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો. ડાબોદા પછી તેની ગેંગની કમાન પ્રદીપ ભોલાએ સંભાળી. 2015માં નીરજ બવાનાએ ભોલાની પણ હત્યા કરી નાખી. આજે પણ નીતૂ ડાબોદિયા અને નીરજ બવાનાની ગેંગ એકબીજાની દુશ્મન છે