Viral video

મુસ્લિમ યુવકોને ગરબાનાં પંડાલમાં પથ્થર મારો કરવો પડ્યો ભારે,એકી સાથે 3 યુવાનો આલીશાન ઘરો પર બુલડોઝર ફેરવાયું જુઓ વીડિયો…

હાલમાં જ મધ્યપ્રદેશમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, મુસ્લિમ યુવકોને ગામમાં નવરાત્રીના ગરબ મંડપ પર પત્થર ફેંકવા ભારે પડ્યા અને આ જ કારણે તેમની એક ભૂલની સજા તેમના પરિવારને પણ ભોગવવી પડી. આ ઘટના અંગે વિગતવાર જાણીએ મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના 3 મુસ્લિમોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, ત્યારે ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી જણાવીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરજની ગામમાં પ્રશાસને ત્રણ મુસ્લિમ યુવકોના ઘરોને ગેરકાયદેસર ગણાવીને તોડી નાખવામાં આવ્યા છે કારણ કે આ યુવાનો પર ગરબા મંડપમાં કથિત રીતે પથ્થરમારો કરવાનો આરોપ છે. આ ઘટનાનાં આ કેસમાં પોલીસે 20 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી અનેક લોમો ફરાર થઇ ગયેલ છે.સલમાન ખાનએ ગરબાના આયોજક શિવલાલ પાટીદાર અને ગામના વડા મહેશ પર કથિત રીતે હુમલો કર્યો હતો બાદ સહયોગીઓએ કથિત રીતે પંડાલ પર પથ્થરમારો પણ કર્યો હતો,મહેશ પાટીદાર અને શિવલાલને હાલમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

જેના ઘર તોડવામાં આવ્યા છે, તે મુસ્લિમ યુવકોમાં ઝફર, રઈસ અને સલમાન છે. સલમાન ખાન આ ઘટનાનો મુખ્ય આરોપી છે. ઘર તોડવા બાબતે વહીવટીતંત્રનો દાવો છે કે આ લોકોએ ગ્રામસભાની જમીન પર ગેરકાયદેસર રીતે મકાનો બનાવ્યા હતા, જેના કારણે તેને તોડી પાડવામાં આવ્યા છે.આ મકાનો પંચાયતની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે. તેમને દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે કશું કર્યું નહોતું. જે બાદ પ્રશાસને આ કાર્યવાહી કરી છે.

SDM પાસેથી માહિતી મળી હતી કે, નવરાત્રી પંડાલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.જેમની વિરુદ્ધ IPC 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે, આ દરમિયાન જ મંદસૌરના કલેક્ટરે ટ્વીટ કરીને કહ્યું કે,“મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ, વહીવટીતંત્રે સીતામૌ તહસીલના ગામ સુરજનીમાં લગભગ 3 કરોડ 50 લાખ રૂપિયાના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!