Gujarat

ફીલ્મ જેવી ઘટના ! મુસ્લિમ મિત્ર એ જ હિન્દુની હત્યા કરી અને જ્યારે મુસ્લિમ પ્રેમીકા એ પણ…

પ્રેમના લીધે અનેક ગંભીર ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે હાલમાં જ ફીલ્મ જેવી ઘટના ! મુસ્લિમ મિત્ર એ જ હિન્દુની હત્યા કરી અને જ્યારે મુસ્લિમ પ્રેમીકા એ પણ એવું કર્યું કે, આ ઘટના અંગે તમારું હૈયું દ્રવી ઉઠસે. હાલમાં દિવસે ને દિવસે પ્રેમ પ્રકરણને લઇને અનેક પ્રકારની ઘાતકી હત્યા અંગેના બનાવો બનેલા છે, ત્યારે હાલમાં જ રાજકોટ શહેરમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક ભાઈએ પોતાના ભૂતકાળના મિત્ર તેમજ બહેનના પ્રેમી પોતાના અન્ય મિત્ર સાથે મળી હત્યા કરી. ત્યારે ભક્તિનગર પોલીસે આરોપીની અજમેરીની ધરપકડ કરી છે.

રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા મિથુનનું અપહરણ ભૂતકાળમાં મિત્ર રહી ચૂકેલા શાકીર અને શાકીરના અન્ય એક મિત્રએ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. વાત જાણે એમ છે કે, શાકીર અને તેના મિત્ર અબ્દુલે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને રાજકોટમાં કામકાજ અર્થે સ્થાયી થયેલા મિથુન ઠાકુરનું અપહરણ કર્યું હતું. મીથુનને ખાટલાના લાકડાના પાયા વડે જુદી-જુદી ત્રણથી ચાર જગ્યાએ માર માર્યો હતો. માર માર્યા બાદ મિથુન જે જગ્યાએ રહેતો હતો તે શેરીમાં તેને ફેકી બંને આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા.

મિથુનને ગંભીર ઈજા પહોંચી હોવાની જાણ થતાં તેમને તાત્કાલિક અસરથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.મૃતકના પિતાની ફરીયાદના આધારે આઈપીસીની કલમ 302, 364 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.આરોપી અને મિથુન બંને મિત્રો હતા. બંને મિત્રો હોવાના કારણે ઘર પાસે જ અન્ય મિત્રો સાથે બેસતા ઉઠતા હતા. મિથુન પોતાની બહેનના પ્રેમમાં છે.

એ વાતની જાણ મળતા જ મીથુનના મિત્ર શાકીરને થતા તેને મિથુનને પોતાની બહેનથી દૂર રહેવા ચેતવણી પણ આપી હતી.ચેતવણી આપ્યા બાદ પણ પોતાનો મિત્ર પોતાની જ બહેન સાથે પ્રેમ સંબંધ હતો જે તેનાથી સહન ના થયું અને પોતાના મિત્ર અબ્દુલનો સહારોને પ્લાન અંતર્ગત સૌ પ્રથમ મિથુનને મોટર સાયકલમાં બેસાડીને નદીના કાંઠે તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ માર માર્યો હતો. ત્યારબાદ તેને તેના ઘર નજીક ફેકીને બંને આરોપીઓ જતા રહ્યા હતા.પ્રેમીની હત્યાના સમાચાર મળતા જ યુવતીએ પોતાના હાથના ભાગે બ્લેડ મારી દીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર સગીર વયની યુવતીએ પોતાના પ્રેમીની હત્યા થતા પોતે પણ આ દુનિયામાં નથી રહેવું તેમ વિચારીને પોતાના ડાબા હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના દાખલ કરવામાં આવી છે અને આરોપી સામે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!