મુસ્લિમ યુવતી એ હિન્દુ યુવક સાથે હિન્દુ રીતી રીવાજથી લગ્ન કરી લીધા અને પછી વિડીઓ વાયરલ કરી ને જણાવ્યુ કે…
હાલ ના સમય મા પ્રેમ લગ્ન ના કીસ્સો ઘણા વધી રહ્યા છે ત્યારે ઘણી વખત પ્રેમીઓ ને અલગ અલગ જાતીઓ અને અલગ અલગ ધર્મ ના કારણે લગ્ન કરવામા અને લગ્ન કર્યા બાદ ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે ત્યારે તાજેતર મા જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક મુસ્લીમ યુવતી એ એક હિન્દુ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને હવે પરિવાર ના ડર થઈ પોલીસ સંરક્ષણ માંગ્યુ હતુ.
આ કીસ્સા ઉત્તર પ્રદેશના બરેલી નો છે જ્યા એક લબુના નામની મુસ્લીમ યુવતિ અને બોબી નામનો હિન્દુ યુવક સામ સામા ઘરો મા રહેતા હતા અને છેલ્લા ઘણા વર્ષો થી બન્ને એક બીજાના પ્રેમ મા હતા ત્યારે તારીખ 20 મે ના રોજ બન્ને ઘરે થી નીકળી ને પ્રેમ લગ્ન કર્યા હતા અને અને હિન્દુ રીતી રીવાજ મુજબ એક બીજાના પતિ પત્ની બન્યા હતા. મુસ્લીમ યુવતી એ પોતાનુ નવુ નામ આરોહી રાખ્યુ હતુ.
આ પ્રેમ લગ્ન બાદ આ યુગલ ને ઘણો ડર લાગી રહ્યો છે અને આ યુવતીએ જણાવ્યુ હતુ કે ” તેના પરિવારના સભ્યો સાથે જીવનું જોખમ છે. લુબનાએ આરોપ લગાવ્યો છે કે, તેના પરિવારના સભ્યો તેને અને બોબીને મારી નાખશે, જેના કારણે તેણે વીડિયો વાયરલ કર્યો છે અને પોલીસ પ્રશાસનને સુરક્ષા માટે વિનંતી કરી છે. અને આ માટે પોલીસે તેમને પ્રોટેકશન પણ આપ્યુ છે.
આ અંગે યુવક યુવતી એ એક વિડીઓ પણ વાયરલ કર્યો છે જેમા યુવતી પોતે પોતાની મરજી થી લગ્ન કર્યા અને અને આ બાબતે તમેના પરીવારજનો એ દખલ ના દેવી તેવુ જણાવ્યુ છે આ ઉપરાંત બોબી નામના યુવકે જણાવ્યુ હતુ કે “તે લાંબા સમયથી તેના પ્રેમમાં છે. બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે, તેમને આરામથી જીવવા દેવા જોઈએ. બે ઘર સામસામે હોવાને કારણે તે જોખમમાં છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક રોહિત સિંહ સજવાનનું કહેવું છે કે, છોકરીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાનો કેસ નોંધાવ્યો છે. યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. પોલીસ યુવતીને સંપૂર્ણ સુરક્ષા આપશે. તેમજ સમગ્ર મામલે તપાસ કર્યા બાદ હકીકતના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે