મુસ્લિમ ફેરિયાઓ પાસેથી સામાન લેનાર લોકો પર પણ 5100નો દંડ ?? ગુજરાત ના આ ગામ ના સરપંચ નો લેટરપેડ વાયરલ… જુઓ શુ લખ્યુ??
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના સમાચાર વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના પડઘા ચારો તરફ પડી રહ્યા છે, ત્યારે હાલમાં જ ગુજરાતમાં પણ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મુસ્લિમ સમુદાયના ફેરિયા પાસેથી વસ્તુઓ નાં લેવા અંગેનોબનાસકાંઠા જિલ્લાના વાઘાસણ ગ્રૂપ ગ્રામ પંચાયતનો લેટેરપેડ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ લેટરમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉદયપુરમાં બનેલી ઘટના ને લઈને મુસ્લિમ ફેરિયાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુસ્લિમ ફેરિયાઓ પાસેથી સામાન લેનાર લોકો પર પણ 5100નો દંડ નક્કી કરાયો છે. આ સમગ્ર મામલે થરાદ તાલુકા વિકાસ અધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે.આ ઘટના બાદ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, વાઘાસણ ગામ પંચાયતમાં તો અત્યારે વહીવટદાર નિમેલા છે.
પૂર્વ સરપંચના પતિએ જણાવેલ કે તેમના પત્ની સરપંચ હતા તેઓ અભણ છે. ગામના કેટલાક યુવાનોએ તેમની પત્ની પાસેથી લેટેરપેડ લઈ આ લેટેરપેડ વાયરલ કરેલ છે. આ ઘટનામાં ખાસ વાત એ કેવાઘાસણ ગામમાં પટેલ મફીબેન વિરાભાઈ સરપંચના હોદ્દા પરના હોવા છતાં સરપંચ પતિ અને ગામ લોકો દ્વારા વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતનો લેટરપેડ વાયરલ થયેલ.
તમામ તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, જે પત્ર વાયરલ થયો છે, તે સરપંચ પદે નથી જેથી કોઈ અન્ય વ્યક્તિ એ કોરા લેટરપેડને લઇને આ પ્રકારનું લખાણ લખીને વાયરલ કરેલ. તેમજ આગળના પત્રનો ખુલાસો કરતો બીજો પત્ર વાયરલ કરી તેમાં ભુલથી મુસ્લિમ સમાજનું લખાણ થયું હોવાનું જણાવી મુસ્લિમ હિંદુમાં કોઇપણ પ્રકારનો ભેદભાવ નથી એવું જણાવામાં આવેલ.
આ ઘટના વિવાદમાં જાણવા મળ્યું હતું કે, હાલમાં મફીબેન વીરાભાઈ પટેલ ગૃપ ગ્રામપંચાયતના હોદ્દા પર નથી તેમજ ગૃપ ગ્રામપંચાયતનું વિભાજન થઈને વાઘાસણ ગ્રામપંચાયત અલગ થયું છે જેથી આ લેટરપેડ હાલની વાઘાસણ ગ્રામ પંચાયત દ્વારા લખવામાં આવ્યો નથી એવું જાણવામાં આવ્યું છે.