40 ગુન્હાના વોન્ટેડ નાગદાન ગઢવી ને નિર્લિપ્ત રાયની ટીમે હરિયાણા માથી ફિલ્મી ઢબે ઝડપી લીધો ! પકડવા માટે ડિલીવરી બોય અને કુરીયર વાળાનુ રૂપ…
તમને જાણીને નવાઈ લાગશે કે નિર્લિપ્ત રાયની સરહાનીય કામગીરી થી
40 ગુન્હાના વોન્ટેડ નાગદાન ગઢવી ને નિર્લિપ્ત રાયની ટીમે હરિયાણા માથી ફિલ્મી ઢબે ઝડપી લીધો.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સૌરાષ્ટ્રનો કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને સ્ટેટ મોનિટરિંગ સેલે હરિયાણાના ગુડગાંવમાંથી પકડવામાં આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી હરિયાણામાં બેસીને જ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દારૂનું વેચાણ કરતાં નાગદાનને પકડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલે ચાર દિવસથી ગુડગાંવમાં ધામા નાખ્યા હતા અને આખરે ગત સાંજે અંતે નાગદાનને પકડી પાડ્યો હતો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી નાગદાન હરિયાણાના ગુડગાંવમાં છુપાઈ ગયો હતો. એક ફ્લેટમાંથી નાગદાનને દબોચી લીધો હતો. નાગદાનને ગંધ ન આવી જાય તે માટે નિર્લિપ્ત રાય સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ ત્રણ દિવસ સુધી ડિલિવરી બોય અને કુરિયવાળાનો વેશપલટો કરીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.
નાગદાન ગઢવી સૌરાષ્ટ્રનો સૌથી કુખ્યાત બૂટલેગર પૈકીનો એક છે.નાગદાન વિરુદ્ધ દારૂની હેરાફેરીના 40 જેટલા ગુન્હામાં નોંધાયેલા છે અને તે છેલ્લા પાંચ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. નાગદાન અત્યાર અત્યાર સુધી ક્યાં ક્યાં રોકાયો હતો તે ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતના કયા કયા બૂટલેગર સાથે મળીને તે આ નેટવર્ક ચલાવી રહ્યો હતો તે સહિતની વિગતો ઓકાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ તેને ગાંધીનગર ખાતે લાવી છે અને ત્યાં તેની આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
નાગદાને આ રીતે અત્યાર સુધીમાં લાખો નકલી દારૂની બોટલોનું વેચાણ કરી નાખ્યું હોવાની આશંકા છે. ગુજરાતમાં પોલીસની ભીંસ વધતાં તે હરિયાણા નાસી ગયો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી ત્યાં જ રોકાઈને પોતાના ગોરખધંધા ચલાવી રહ્યો હતો. દરમિયાન ત્રણેક સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે, નાગદાન ગુડગાંવના એક વૈભવી ફ્લેટમાં રહે છે. બાતમી મળતા નિર્લિપ્ત રાય અને તેમની ટીમ સતત વોચમાં હતી. નાગદાન વર્ષ 2017 થી નાસતો ફરતો હતો અને તેના વિરૂધ્ધ 40થી વધુ ગુના પણ નોંધાયા છે.
નાગદાન ગઢવી વિશે જાણીએ તો મુળ સુરેન્દ્રનગરના વઢવાણનો વતની છે, અને ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતા કરીને તેણે વિદેશી દારૂ સપ્લાયનું સૌથી મોટું નેટવર્ક બનાવ્યું હતું. વિરૂધ્ધ સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં ગુના 40 નોંધાઇ ચુક્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ તેની સામે ગુના નોંધાયાનું જાણવા મળે છે. ગુજરાતની પોલીશ થી છુપાયને રહેતો નાગદાન ગઢવી આખરે નિર્લિપ્ત રાય અને તેમની ટીમની સરહાનીય કામગીરી થી કુખ્યાત પકડાઇ ગયો હોવાથી સૌ કોઈએ આ કામગીરી ને બિરદાવી હતી.