ફિલ્મી સ્ટોરીને ઝાંખી પાડશે નાગદાન ગઢવીની સ્ટોરી!સૌરાષ્ટ્રનાં આ ગામનાં નિવૃત પોલીસનો દીકરો થઈને ટ્રક ડ્રાઈવરમાંથી આવી રીતે બન્યો કુખ્યાત બુટલેગર!
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ સૌથી વધાર દારૂની હેરાફેરી થઈ રહી છે, ત્યારે હાલમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ ડ દ્વારા અનેક કુખ્યાત બુટેલગેરોની પકડી પાડવામાં આવ્યા છે, જેમાં સૌથી પહેલા બુટલેગરોની બદનામ ગલીમાં સૌથી વધુ ચર્ચાતુ નામ એટલે નાગદાન ગઢવીને ઝડપી લેવામાં આવેલ હતો. મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, સ્ટેટ મોનીટરિંગ સેલે જુલાઈ મહિનાની શરૂઆતમાં વર્ષ 2017 થી પ્રોહીબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપીની હરિયાણા ખાતેથી નાગદાન પ્રભુદાન ગઢવીની ધરપકડ કરી લીધી હતી.
ખાસ વાત એ કે, નાગદાન ગઢવી પર 31 ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી 16 ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું.
કહેવાય છે ને દરેક સફળ વ્યક્તિ અને એક આરોપીની પાછળ કંઈક તો કહાની રહેલી જ હોય છે, જેના લીધે તે આ માર્ગે આવી જાય છે. આજે અમે આપને બુટલેગર નાગદાન ગઢવીની એક સામાન્ય ટ્રક ડ્રાઇવરથી લઈને કુખ્યાત બુટલેગર બનવાની ફિલ્મી કહાની જેવી હકીકત વાત જાણીએ.
મૂળ વઢવાણના સુરેન્દ્રનગર જિલ્લાનો રહેવાસી અને ધોરણ આઠ સુધીનો અભ્યાસ કર્યા બાદ નિવૃત પોલીસ કર્મચારીનો પુત્ર નાગદાન ગઢવી ટ્રક ડ્રાઇવર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. દરેકનાં જીવનમાં વળાંક આવે છે અને ત્યારે બધું જ બદલાઈ જાય છે. ત્યારે નાગદાન ગઢવીને ટ્રક ડ્રાઇવિંગમાં એક દિવસ અકસ્માત નડી ગયો અને બંને પગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેની સારવાર માટે આર્થિક રીતે પહોંચી વળવા માટે થઈને નાગદાન ગઢવીએ દારૂની ખેપ મારવાની શરૂઆત કરી દીધી.
આ વ્યવસાયમાં આવ્યા પછી નાગદાન વડોદરાનાં કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી માટે નાગદાન ગઢવી કામ કરતો થઈ ગયો પછી તો નાગદાન ગઢવીએ સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી દારૂની હેરાફેરીમાં કિંગ બની ગયો. બનાવ એવો બનતો કે, રાષ્ટ્ર પંથકનો એક પણ જિલ્લો બાકી નહીં હોય કે જેમાં નાગદાન ગઢવી દારૂની હેરાફેરી નહીં કરી હોય. નાગદાન સામે જોતાને જોતા 32 જેટલા પ્રોહિબિશનના ગુના તેના નામે નોંધાઈ ચૂક્યા છે.
દરેક વ્યક્તિના પાપના ઘડા ભરાઈ જાય છે.નાગદાન ગઢવી પણ છેલ્લા પાંચ મહિનાથી ધંધો બંધ કરીને હરિયાણા ખાતે પોતાના હૃદયની સારવાર કરાવી રહ્યો હતો અને તેવા જ સમયે તેણે મોનિટરિંગ સેલના આ અધિકારીઓને મળેલી બાતમીના આધારે સતત બે દિવસ સુધી ઓપરેશન હાથ ધરીને નાગદાન ગઢવીને હરિયાણાના ગુરુગ્રામ રાજ્યમાંથી તેના મકાનમાંથી જ તબોચી લેવામાં આવ્યો હતો.