નડિયાદના આડેધે આપઘાત કરી જીવન ટુકાવ્યું ! ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ મા લખ્યા નામ અને રકમ…
ગુજરાતમાં દીવસેને દિવસે આત્મહત્યાના અનેક પ્રકારના બનાવો બને છે. હાલમાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, નડિયાદમાં રહેતા 42 વર્ષના વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. આત્મ હત્યા કરનાર વ્યક્તિએ3 પેજન સ્યુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેને પોતાની મોતનું કારણ જણાવ્યું હતું. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.
આજ રોજ નડિયાદમાં સંતરામ રોડ પર આવેલ વર્ગો કોમ્પલેક્ષ પાસેના શાલેમ સ્ટ્રીટમાં રહેતા 42 વર્ષિય આનંદકુમાર હનોખભાઈ કારભારીએ પોતાના ઘરમા પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. પંખાના હૂક સાથે પ્લાસ્ટિકની રસ્સી વડે ગાળીયુ બનાવી જીવન ટૂંકાવી દીધું. આ ઘટનાની પરિવારને જાણ થતાં જ નડિયાદ ટાઉન પોલીસને જાણ કરી હતી.
પોલીસે બનાવ સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી આ કારણે તપાસમાં રૂમમાંથી એક ડાયરીમાં 3 પેજની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. લાખો રૂપિયાના દેવાના કારણે તેઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે કબ્જે લીધેલી સ્યૂસાઈડ નોટમાં અક્ષર કોના છે, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આપણે જાણીએ છે કે, અનેક લોકો આત્મ હત્યા કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખે છે, આ વ્યક્તિએ 3 પેજની નોટમાં એવું લખ્યું કે, જાણીને ચોકી જશો. મૃતક વ્યક્તિએ લખ્યું કે, ‘હું પોતે છેલ્લા ઘણા સમયથી નોકરી કરતો નથી મારે લાખોનું દેવું થઈ ગયું છે. આ દેવાની ભરપાઈ હવે પછી આગળના સમયમાં હું કરી શકું એવી મારી નાણાંકીય પરિસ્થિતિ નથી. આ દેવુ મેં મારા અંગત સ્વાર્થ અને કામ માટે કર્યા છે, જે માટે મારું કુટુંબ જવાબદાર નથી, આ દેવાની જવાબદારી પૂરેપૂરી મારી છે.
આ દેવુ હું ભરપાઈ કરી શકું તેમ નથી, મારા મિત્રો જેમણે મને ઉછીના નાણા આપ્યાં છે તેમનો હું પુરા મનથી આભાર માનું છું, તેમણે મને બહુ મદદ કરી છે. તેમના નામ અને નંબર મારા મોબાઈલમાં છે, હું તેમનો પુરા મનથી આભાર માનું છું કે, મારા ખરાબ દિવસોમાં તેમણે મને મદદ કરી છે. તેમના પૈસા પાછા આપી શકું તેમ મારી પરિસ્થિતિ નથી, તે વાતનું મને બહુ દુઃખ થાય છે.
હું હવે આ જિંદગીથી થાકી ગયો છું, આ દેવામાંથી બહાર નીકળવાના મેં ખૂબ પ્રયત્ન કર્યા છે, પણ હવે મને લાગતું નથી કે, હું આ દેવામાંથી બહાર નીકળી શકું. આથી છેલ્લે હું આત્મહત્યા કરું છું. જેની જવાબદારી મારી પોતાની છે. જેના માટે બીજું કોઈ જવાબદાર નથી તેમજ બીજા કોઈને જવાબદાર ગણી કોઈ પ્રકારની હેરાનગતિ કરશો નહીં. મારી છેલ્લી ઈચ્છા છે કે, મારી અંતિમ વિધિમાં શાંતિ જાળવશો. હું મારા કુટુંબને અને મારા મિત્રો તેમજ સગાને દુઃખી કરીને વિદાય લઈ રહ્યો છું, મને તે વાતનું દુઃખ છે પણ બધા મને માફ કરજો અને શાંતિથી તેમજ એકતામાં રહેજો.
મારા આ જીવન અને જીવનની ભૂલો માટે મને માફ કરજો, મારુ કુટુંબ અને સગા સંબંધી જેમ એકબીજાને સાથ સહકાર આપીને જીવો છો તેવો સાથ સહકાર હંમેશા રાખજો અને સર્વ પ્રકારના ખરાબ લોકોથી હંમેશા દૂર રહેજો અને એકબીજાને મદદ કરજો. તમે બધા મારા મનમાં હંમેશા હતા, છો અને રહેશો. અંતે મારા દેવ યહોવા બાપની હું માફી માંગુ છું’.
ઉપરોક્ત નોટ દિવ્યભાસ્કરનાં અહેવાલ પ્રમાણે જાણવા મળી છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે કારણ કે જે રીતે આ વ્યક્તિએ પોતાની આપવીતી જણાવીને મોતને વ્હાલું કર્યું છે, એ ખૂબ જ આઘાતજનક છે. મોટાભાગના વ્યક્તિઓ દેવાના કારણે આત્મહત્યા કરતા હોય છે. જેથી ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. હાલમાં આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.