નડિયાદ ના આ પરિવાર ની દુઃખદ વેદના ! 9 વર્ષ ના દીકરા ને એવી બીમારી થઈ કે ઈલાજ માટે ચાર કરોડ રુપીઆ ની જુરુર….મદદ માટે અપીલ…
નડિયાદ ના આ પરિવાર ની દુઃખદ વેદનાનાં સાંભળીને તમારું હૈયું કંપી ઉઠશે. ! 9 વર્ષ ના દીકરા ને એવી બીમારી થઈ કે ઈલાજ માટે ચાર કરોડ રુપીઆ ની જુરૂર છે, ત્યારે ચાલો આ ઘટના અંગે વધુ જણાવીએ. આપણે જાણીએ છે કે જયારે ધૈર્ય સિંહ નામનો બાળક જ્યારે બીમારી થી પીડાઈ રહ્યો હતો ત્યારે 16 કરોડમાં ઇન્જેક્શન માટે અનેક લોકોએ મદદ કરેલી ફરી એકવા નડિયાદના 9 વર્ષનો ‘માન્ય’ છેલ્લા 4 વર્ષથી DMD (Duchenne Muscular Dystrophy) નામની બીમારીનો સામનો કરી રહ્યો છે. આ બીમારીએ ‘માન્ય’ને કમરથી નીચેના ભાગમાં લગભગ 70% જેટલી સંકજામા લીધો છે.
આની બિમારીની કોઈ દવા હાલ સુધી શોધાઈ નથી. વિદેશમા તેના ક્લિનીકલ ટ્રાયલ ચાલુ છે, જેનુ એક ઇન્જેક્શન હાલ 4 કરોડ રૂપિયાનું આવે છે. આથી આજે માન્યાના માતા-પિતાએ લોકોને દાન કરવા જાહેર અપીલ કરી છે. માન્યને શરૂઆતમાં માન્ય ચાલવામા અને ઉભું રહેવામાં પણ ઘણી તકલીફો થતા તેના માતા પિતાએ નિદાન કરાવતા આ ગંભીર પ્રકારની બીમારી હોવાનું સામે આવ્યું હતું. તબીબોના મતે આ ગંભીર બીમારી ખૂબ જ જટિલ છે. જે 10 લાખ બાળકોમાંથી સરેરાશ એક બાળકને થાય છે.
આ બીમારી ઉધઇની જેમ શરીરના અન્ય ભાગોમાં પ્રસરે છે અને શરીરને ખોખલું કરી નાખે છે. ઉપરાંત હૃદય શ્વસન માટેના સ્નાયુઓ નબળા પડવા લાગે છે અને જિંદગી જોખમાય છે.આ ગંભીર બીમારીનો કોઈ ઈલાજ નથી. તબીબોએ પરિવારને હોવાનું જણાવ્યું હતું કે, આવી ગંભીર બીમારી સામે લડવાની દવા હાલ સુધી આપણાં દેશમાં નથી શોધાઇ. તેના ક્લિનિકલ ટ્રાયલ માટેની દવા વિદેશમાં શોધાઇ છે, જેનું એક ઇન્જેક્શન લગભગ 4 કરોડના ખર્ચે આવે છે. પોતાના વ્હાલસોયાને બચાવવા સોયની અણી સુધી પ્રયાસો પરિવાર કરી રહ્યો છે
એક કેમ્પેઇન શરૂ કરી લોકોને મદદ માટે જાહેર અપીલ કરી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે પણ મદદ માંગી રહ્યાં છે. આમ છેલ્લા 13 દિવસમાં ત્રણેક લાખ જેટલું ભંડોળ ભેગું કર્યું છે. જોકે, ચાર કરોડની સામે આ રકમ તો કંઈ ન કહેવાય ત્યારે ઋષિભાઈને છેલ્લો ઉપાય દેખાતા તેમણે આજે પત્રકાર પરિષદ કરી લોકો પાસે મદદ માંગી છે. ખાસ કરીને NRI વર્ગ ચારોતર પંથકમાં વધુ હોવાથી આજે આ NRI લોકો સામે ઋષિભાઈએ હાથ ફેલાવ્યો છે. ત્યારે ખરેખર આ બાળકને નવજીવન આપવા સૌ કોઈએ દાન અવશ્ય કરવું જોઈએ.