Gujarat

‘મારે માતા-પિતા સાથે નહીં, યાસર સાથે રહેવું છે’ નડિયાદ લવ-જેહાદપ્રકરણમાં નાટ્યાત્મક વળાંક આવ્યો

ગત માર્ચ મહીના મા નડીયાદ મા એક ચકચારી લવ જીહાદ ની ઘટના સામે આવી હતી જેમા સોસીયલ મિડીઆ ના માધ્યમ થી નર્સિંગ ભણેલી નડિયાદની યુવતી રિચા (નામ બદલ્યું છે)ને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવ્યાનો લવ જેહાદનો કિસ્સો નડિયાદમાં પ્રકાશમાં આવ્યો હતો જ્યારે યુવતી એ ગત 24 માર્ચ ના રોજ યાસર ખાન પઠાણ અને તેના પરિવારજનો સહિત કુલ 10 ઈસમો વિરુદ્ધ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવો, મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવા, તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ એચ.સી.એસ.ટી સેલમાં આપવામાં આવી હતી. 

આ ઘટના ની ગંભીરતા જોતા જ પોલીસે 24 કલાકમાં મુખ્ય આરોપીના ભાઈ, પિતા, માતા સહિત 7 લોકોને ઝડપી જેલ ભેગા કરી દેવાયા હતા. બાદ મા 17 દિવસ પછી યાસર ખાન પઠાણ પણ પોલીસ ની શરણે થયો હતો આ ઘટના મા રિચા એ યાસર ખાન પઠાણ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા ત્યારે હવે આ કેસ મા નવો જ વળાક આવ્યો હતો જેમા ફરીયાદી રિચા (નામ બદલ્યું છે)  26 એપ્રિલ મંગળવારના રોજ પોલીસ પાસે પહોંચી હતી, અને જાણે કે તેનું મગજ ફરી ગયુ  હોય તેમ યાસર તરફે અરજી રજૂ કરી હતી જેમા તેણીને યાસર સાથે પ્રેમ હોવાનું, તેની સાથે લગ્ન કરી, તેની સાથે જ રહેવાની ઈચ્છા હોય, યાસરને મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ અરજી જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આ ઘટના મા વધુ મા વાત કરીએ તો એવુ પણ જાણવા મા મળી રહ્યુ છે કે યુવતી હવે પોતાના ના માતા પિતા નુ ઘર છોડી ને યાસર ખાન પઠાણ ના મિત્રના ઘરે રહેવા પહોંચી ગઈ છે અને સાથે પોલીસ પ્રોટેકશન પણ લીધુ છે જેમા એક મહીલા  પોલીસ અને પુરુષ કોન્સ્ટેબલ સરકારી ખર્ચે આપવામા આવ્યા છે. હવે આ પોલીસ પ્રોટેકશન શા માટે લીધુ છે અને રીયા ને શેનો ડર ?? એ વાત જાણી શકાય નથી પરંતુ રીયા ના પરીવાર અને માતા પિતા પર હાલ આભ ફાટી પડ્યું છે.

હવે આગળ આ ઘટના મા શુ થશે એ તો હવે કોર્ટ મા જ નક્કી થશે પરંતુ આ ઘટના મા અચાનક ફરીયાદી યુવતી બદલી જતા ચારેકોર આ ઘટના ન લઈને ચર્ચા નો વિષય બન્યો છે અને આ ઘટના મા સાચુ શુ  ? ફરીયાદી યુવતી એ જે પહેલા અરજી આપી હતી એ કે હાલ જે અરજી આપી છે. ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!