Gujarat

નફીસા આપઘાત કેસ મા પ્રેમી રમીઝ શેખે કહ્યુ કે “નફીસાના અન્ય યુવકો સાથે પણ શારી…

હાલ જ વડોદરા મા એક ચકચાર મચાવતી ઘટના સામે આવી હતી જેમા એક યુવતી એ પહેલા વિડીઓ બનાવ્યો હતો અને બાદ મા ગળાફાંસો ખાઈ ને આપઘાત કરી લિધો હતો. આ આપઘાત નુ મુખ્ય કારણ પ્રેમ સંબંધ હતુ અને જેના કારણે નફીસા નામની યુવતી એ આપઘાત કરી જીવન ટુકાવ્યુ હતુ જ્યારે હાલ તેના બોયફ્રેન્ડ રમીઝ શેખ પોલીસ સમક્ષ હાજર થયો હતો.

ઘટના અંગે વિગતે વાત કરીએ તો નફીસા નામની વડોદરા ની યુવતી એ એક વિડીઓ વાયરલ કરી આપઘાત કરી લીધો હતો જેમા તેને બોયફ્રેન્ડ એ દગો દીધો હોવાથી આપઘાત કર્યો હોય તેવુ સામે આવ્યુ હતુ આ ઘટના મા તેનો પ્રેમ રમીઝ શેખ હતો અને હાલ તે પોલીસ સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરવામા આવી હતી ત્યારે પોલીસ ધ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી.

પોલીસ સમક્ષ રમીઝે જણાવ્યું હતું કે, 5 વર્ષ અગાઉ કોમન ફ્રેન્ડ દ્વારા તે નફીસા ખોખરના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ એક ખાનગી કંપનીમાં આણંદમાં પોસ્ટિંગ થતાં ગત ઓક્ટોબર માસથી નફીસા સાથે વધુ ગાઢ સંબંધ બંધાયા હતા. આણંદ બદલી થતાં તે વધુ વડોદરા આવવા લાગ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

તેણે લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે, માર્ચ-એપ્રિલ માસમાં મને ફ્રેન્ડ સર્કલમાંથી જાણ થઇ હતી કે નફીસાના સંબંધો અન્ય યુવકો સાથે પણ છે એટલે તેને કહ્યું હતું કે તારે અન્ય યુવકો સાથે શારીરિક સંબંધ પણ છે પછી હું તારી સાથે કેવી રીતે લગ્ન કરું? ત્યારે નફીસાએ કહ્યું હતું કે, હું સંબંધ હવે તોડી નાખીશ. જોકે રમીઝને નફીસાના અન્ય સાથે સંબંધ ન ગમતાં તેણે સંબંધ તોડી વાત કરવાનું બંધ કરી દીધું હતું.ઝોન-2ના ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે, અમે આ બાબતે વધુ પૂછપરછ કરી તપાસ કરી રહ્યા છીએ. જો કોઇ અન્ય મદદગાર હશે તો તેની પણ ધરપકડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!