ના આલીશાન માંડવો કે ન બેન્ડવાજા, પણ નાળાના પાણી વચ્ચે જ યુવક-યુવતીએ પોતાની એનિવર્સરીની ઉજવણી કરી !! કારણ એવું કે જાણી તમે માથું ખંજવાળશો…
હાલ લગ્ન સીઝન ચાલી રહી છે એવામાં આખા દેશભરમાંથી અનેક એવા અનોખા તથા જાણવા જેવા લગ્નના કિસ્સાઓ સામે આવતા હોય છે જેના વિશે જાણીને આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે, અમુક વખત કોઈ વિદેશી સાથે લગ્ન કરી લેતા હોય છે. એવામાં હાલ એક ખુબ જ ચોંકાવનારા લગ્નનો કિસ્સાઓ સામે આવ્યો છે જેના વિશે જાણ્યા બાદ તમે પણ વિચારમાં પડી જશો કે આવું કોણ કરે ? તો ચાલો તમને આ પુરી વાત વિષે જણાવીએ.
હાલ આ લગ્ન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહયા છે જેમાં જોઈ શકાય છે કે વર અને કન્યા રસ્તા પર ગટરના પાણીથી ભરાયેલ ખાડા ખડિયા વચ્ચે જ લગ્ન કરતા જોવા મલ્યા હતા અને પોતાની માંગ રજૂ કરતા જોવા મળતા હતા, હાલ આ તસવીરો ખુબ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં જોઈ શકાય છે અને વર અને કન્યા એકબીજાને પાણી અને કીચડ વચ્ચે જ એકબીજાને વરમાળા પહેરાવતા જોવા મળી રહ્યા છે જ્યા કોલોનીના લોકોએ પણ હાજરી આપી હતી.
હવે મિત્રો તમને વિચાર આવશે કે આવું કરવા પાછળનું શું કારણ હશે? તો ચાલો તમને જણાવીએ.આ લગ્નનો અનોખો મામલો યુપીના આગ્રા માંથી સામે આવ્યો છે જ્યા કીચડ વચ્ચે જ લગ્ન કરતા જોવા મલ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોના હાથમાં પણ તખ્તી પકડી હતી જેમાં સાફ અક્ષરોથી લખવામાં આવ્યું હતું કે રસ્તો બનાવો તોજ વોટ મળશે.
તો મિત્રો પૂરો મામલો એવો છે કે આઠ મહિનામાં જ અહીંનો રસ્તો નાળામાં પરિવર્તિત થયો હતો જેને લઈને સ્થાનિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો એટલું જ નહીં સેમરી, નૌબરી, પુષ્પાજંલી હોમ્સ, પુષ્પાંજલિ ઇકો સીટી સહીતની 30 જેવી કોલોનીના લોકોનો અવરજવરનો રસ્તો અહીંથી જ નીકળતો હતો, એવામાં હવે આ માર્ગ ખરાબ થતા રહેણાક લોકો 2 કિમિનો ચક્કર કાપીને બીજા માર્ગોથી જતા હતા.
આથી અહીં રહેતા લોકોએ થોડાક દિવસો પેહલા જ કોલોની બહાર એવા પોસ્ટર પણ લગાવ્યા હતા કે “વિકાસ નહીં તો વોટ નહીં” પણ તેમ છતાં આ સમસ્યાનો ઉકેલ નહોતો આવ્યો આ કારણે જ ભગવાન શર્માએ પોતાના લગ્નની 17મી એનિવર્સરી નાળાના પાણી વચ્ચે ઉભા રહીને તેની ઉજવણી કરીને તંત્ર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.