સુરતમા મળેલ કરોડો રુપીઆની નકલી નોટ મામલે થયા મોટા ખુલાસા ! છ લોકો ગુનો દાખલ કરાયો
ગુજરાત મા ચકચાર મચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો હતો જેમા બે દીવસ અગાવ કામરેજ હાઇવે પર નવી પારડી ગામ પાસે થી પોલીસે એમ્બ્યુલન્સ મા તપાસ કરતા તેમા થી 25.80 કરોડ ની 2000 ની નોટો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જેમા વધુ તપાસ મા જામનગર માથી 52.74 કરોડ વધુ નોટો મળી આવી હતી જ્યારે આ પ્રકરણ મા હવે નવા ખુલાસા થયા હતા.
જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો દિવ્ય ભાસ્કર ના અહેવાલ મુજબ ગત તારીખ 29 ના ગુરુવાર ના રોજ કામરેજ પોલીસે બાતમી ને આધારે પારડી ગામ પાસે થી દીકરી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ માંથી રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા લખેલી 2000 ના દર ની પચીસ કરોડ એસી લાખ ની કિંમત ની ડુપ્લીકેટ નોટ સાથે હિતેશ પરષોત્તમ કોટળિયા રહે.ન્યુ ગાંધી સોસા. રાજકોટ ની અટક કરી હતી.
જ્યારે આરોપી એ એવુ જણાવ્યુ હતુ કે આ એક ગુજરાતી ફીલ્મ માટે ની નોટો છે જ્યારે હવે આ પ્રકરણ મા નવા ખુલાસાઓ થયા હતા. જેમા પોલીસે સઘન તપાસ કરતા જામનગર ના મોટા વડાળા ગામે થી પણ 2000 અને 500 ના દર ની 52 કરોડ 74 લાખ 04 હજાર ની અંકિત મૂલ્ય ની ડુપ્લીકેટ નોટો મળી આવી હતી.
જ્યારે આ બાબતે મુખ્ય આરોપી ની પુછપરછ કરાતા જાણવા મળેલ કે આ ડુપ્લિકેટ નોટ તેણે કામરેજ ના ખોલવડ ખાતે રહેતાં દિનેશ લાલજી પોસિયા ના મારફત મુંબઇ ના ઈસમ પાસે છપાવી હતી અને નોટો પોતાના વતન મોટા વડાળા મા ગાસ ના ચારા મા છુપાવી રાખી હતી જેમાથી 25 કરોડ ની ડુપ્લિકેટ નોટો તે સુરત લઇ ને આવતો હતો ત્યારે પોલીસ તેને ઝડપી લીધો હતો.
જ્યારે આ સમગ્ર પ્રકરણ મા કુલ 78 કરોડ 74 લાખ અને 04 હજાર ની અંકિત મૂલ્ય ની ડુપ્લીકેટ નોટ કબ્જે લેવામાં આવી છે અને હિતેશ પરષોત્તમ કોટળીયા (રહે.રાજકોટ), દિનેશ લાલજી પોસિયા (રહે.ખોલવડ તા.કામરેજ) , વિપુલ હરીશ પટેલ (રહે.આણંદ), વિકાસ જૈન, દીનાનાથ યાદવ અને પ્રવીણ જૈન (તમામ રહે.મુંબઇ) સામે 100 કરોડ ના અંકિત મૂલ્ય ની 2000 અને 500 ના દર ની બનાવટી ચલણી નોટ છાપી આ નોટ બનાવટી હોવા નું જાણવા છતાં બનાવી, મેળવી ખરીદી ગુનાહિત ઇરાદે પોતાના કબ્જા માં રાખવા સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જેમા વિકાસ જૈન અને દિના નાથ યાદવ નાસી ગયા હતાં. જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા હતાં. જ્યારે હિતેશ કોટળિયા, દિનેશ પોશિયા અને વિપુલ પટેલની પોલીસે ધરપકડ કરી લીધી હતી.