77 વર્ષની ઉંમરે નટુકાકાનું થયું નિધન! તેમના જીવનની અંતિમ ઈચ્છા પૂર્ણ થઈ..
આજની સમી સાંજ આપના સૌ માટે ખૂબ જ દુઃખ દાયક બનીને આવી છે. ખરેખર આ ઘટના થી ટીવી જગતમાં શોકમગ્ન લાગણીઓ છવાઇ ગઇ છે. ખરેખર આ ઘટના થી તમામ લોકો દુઃખી થયા છે કારણ કે આજરોજ આપના સૌ પ્રિય એવા નટુકાકા આપણી વચ્ચે નથી રહ્યા. ખરેખર આ ઘટના થી સૌ કોઈ હૃદય ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છેકે બીમારીના સમયે નટુકાકા કહ્યું હતું કે, હું મરીશ તો પણ મેકઅપ સાથે જ મરીશ ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ હૃદય કંપાવી હતી.
નટુકાકા ના જીવન માત્ર ટીવી સિરિયલ ને સમર્પિત નથી રહ્યુ ગુુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘરઘરમાં જાણીતા થયેલા. પરતું ઘણા સમય થી તેમને કેન્સરની બીમારી હતી અને આ જ કારણે તેમનું અવસાન થયું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઘનશ્યામ નાયકના ગળાની સર્જરી થઈ હતી, જેમાં તેમના ગળામાંથી આંઠ ગાંઠ કાઢવામાં આવી હતી. સર્જરી પછી ઘનશ્યામ નાયક ઘણાં દિવસો સુધી શૂટિંગથી દૂર રહ્યા હતા.
ટ્રીટમેન્ટ પછી હવે તેમની સ્થિતિમાં સુધારો થયો હતો. લોકડાઉન્ન લીધે તેઓ કામ જઇ શકતા નોહતા આ સમયગાળામાં તેમને પગાર ચાલુ જ હતો. ત્યારે ખરેખર આશીત મોદીથી લઈને સેટના તમામ લોકો માન આપતા.ગુજરાતી રંગભૂમિ થી લઈને નટુકાકા એ ટીવી જગતમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી કેન્સરની ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા. તેમણે અગાઉ નિવેદન આપ્યું હતું કે તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી એક્ટિંગ કરવા માંગે છે તેમ જ તેમની ઈચ્છા મેક-અપ સાથે સેટ ઉપર અંતિમ શ્વાસ લેવાની છે.
ઘનશ્યામના કામ પ્રત્યેની લગન પણ કાબિલ-એ-તારીફ હતી. 77 વર્ષની ઉંમરમાં પણ ઘનશ્યામ નાયક લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યા હતા. આ મુશ્કેલીના સમયમાં પણ ગુજરાતના દમણમાં શૉનું શૂટિંગ કરી રહ્યા હતા.શૉના પ્રોડ્યુસર આસિત મોદીએ ટ્વિટ કરી ઘનશ્યામ નાયકને શ્રદ્ધાંજલી આપી હતી. આસિત મોદીએ લખ્યું કે “આપણા વહાલા નટુકાકા હવે આપણી સાથે રહ્યા નથી. પરપ કૃપાળુ પરમેશ્વ તેમને પોતાના ચરણોમાં સ્થાન અને પરમ શાંતિ અર્પે. તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.” એક વાત સત્ય છે કે, કલાકાર ક્ચારેય મરતો જ નથી તે તો જીવનનાં અંત સુધી અભિનયની કળા દ્વારા જીવંત રહે છે. નટુકાકા ભલે ઇશ્વરના ચરણે ચાલ્યા ગયા પરતું તેઓ આપના હૃદયમાં જીવંત જ રહેશે.
