Entertainment

નટુકાકા નુ મુળ વતન ગુજરાત નુ આ ગામ છે અને જુવો તેનો પરીવાર કેવુ જીવન…

ગુજરાતી અને હિન્દી ધારાવાહિકના લોકપ્રિય અભિનેતા ઘન શ્યામ નાયકનું જીવન સદાય અભિનયને સમર્પિત રહ્યું હતું અને તેઓ તે જીવનના અંત સુધી અભિનય સાથે સંકળાયેલા રહેવાની વાત કરી હતી. તેમને કહ્યું હતું કે હું મેકઅપ સાથે જ મરવાનું પસંદ કરીશ પરતું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી અભિનય કરતો રહીશ. આપણે એક માત્ર કલાકાર જ નથી ગુમાવ્યા પરતું ગુજરાતી જૂની લોક ભવાઇના રંગલા ના પાત્રને ગુમાવ્યો છે. તેમની ખોટ સદાય આપણને સૌને સાલશે.

નટુકાકાનો પરિવાર પહેલ થી જ રંગભૂમિ સાથે જોડાયેલ છે. તેમના પરિવાર વિશે જાણતાં પહેલા તેમનો ટૂંકો પરિચય જાણીએ.ઘનશ્યામ નાયકનો જન્મ ૧૨ મે ૧૯૪૫ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનાં ઊંઢાઈ ગામમાં થયેલો.

તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે.તેમણેબાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઈ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું અને બસ આ પછી તેમને અભિનયની દુનિયામાં રાજ કર્યું.

ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહ્યા હતા. તેમના વડદાદા વાડીલાલ નાયક શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાનીસથોસાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા.ટુંકમાં કહો તો અભિનય તેમને વારસાગત મળેલ હતો.

એક સમય એવો હતો જ્યારે તેમને 24 કલાક કામ કરવા છતાં પણ માત્ર 10 થી 15 રૂ.મળતા હતા.કોઈકવાર તો પરિવાર નાં નિર્વાહ માટે ઉછીનાં પૈસા લેતા હતા. એમને પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મેં મારા જીવનમાં અનેક સઘર્ષ કર્યા પરતું તારક મહેતા સિરિયલમાં કામ કર્યા પછી મારું જીવન બદલાઈ ગયું. આજે મુંબઈમાં મારા પાસે બે ઘર છે અને હું સુખ સમૃદ્ધિમાં જીવું છું. તેમની ઈચ્છા છે કે તેમના સંતાન પોતાનું જીવન અલગ ક્ષેત્રમાં બનાવે.

ઘનશ્યામ નાયકના લગ્ન 8 મે 1969માં નિર્મલા દેવી સાથે થયા હતા અને તેમના થકી તેને ત્યાં ત્રણ સંતાન જન્મ થયો.એક દીકરો અને બે દીકરીઓ છે.તેમનો દીકરો સ્ટોક એક્સચેન્જમાં મેનેજર અને બ્લોગર છે, જ્યારે તેમના બે પુત્રો પણ છે અને બે દીકરીઓ હજુ લગ્ન નથી કર્યા જેમાં એક દીકરી 49 વર્ષની અને બીજી 47 વર્ષની જે ઘર ચલાવે છે. હાલમાં ઘનશ્યામ નાયક 2bhkમાં રહે છે,જ્યારે તેમનો દીકરો અલગ રહે છે.તેમની પાસે કાર હતી છતાં તેઓ ઓટો રિક્ષામાં કામે જતા હતાં ખરેખર ખૂબ જ સાદગી ભર્યું જીવન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!