નવરાત્રી અને દિવાળીમાં સોનું ખરીદવું હોય તો જાણી લો! તહેવારોમાં સોનાનો ભાવ હશે આટલો….
હાલમાં જ દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે ધનતેરસના દિવસે સોનું ખરીદનારા લોકો માટે એક ખાસ ખબર સામે આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, હાલમાં જ જાણવા મળ્યું છે કે, સોના-ચાંદીમાં તોફાની વધઘટનો યથાવત છે, ત્યારે હાલમાં ક ત્રણેક દિવસથી ફરી એક વખત ભાવમાં કડાકા સર્જાતા તહેવારોના સમયમાં સોનુ 50,000 થઈ જશે એવી સોનીઓએ આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
હાલમાં સોનાના ભાવ અંગે એક નજર કરીએ તો,ગઇ રાત્રે વિશ્વ બજારમાં સોનાના ભાવમાં કડાકો સર્જાતા કોમોડીટી માર્કેટમાં મંદીની સૂનામી સર્જાઇ હતી.સોનાના ભાવમાં 10 ગ્રામે એક જ દિવસમાં રુ. 1000નો કડાકો સર્જાયો હતો. રાજકોટની બજારમાં 10 ગ્રામ સોનુ 51,000ની નીચે સરકી ગયું હતું. કોમોડીટી માર્કેટમાં સોનાનો ભાવ 50,000ની નીચે ઉતરી ગયો હતો અને 49170 સાંપડ્યો હતો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગઇરાત્રે 800 રુપિયાથી વધુ ગગડ્યા હતા અને આજે બપોર સુધીમાં વધુ 150 રુપિયા નીકળી ગયા હતા. વિશ્વ બજારમાંસોનુ 1662 ડોલર સાંપડ્યું હતું. સોનાની જેમ ચાંદી પણ ગગડીને 19 ડોલરના સ્તરે આવી ગઇ હતી. ખાસ વાત એ છે કે, ઝવેરીઓનાં કહેવા પ્રમાણે તહેવારોમાં ભાવ નીચા રહેવાના સંજોગોમાં લોકોને ખરીદીનું આકર્ષણ સર્જાશે. પરંતુ ભાવ નીચા જ રહેશે તેવું અત્યારના તબક્કે કહેવાનું ઘણું વ્હેલુ ગણાશે
વૈશ્વિક અર્થતંત્રને ધ્યાનમાં રાખીને એસેટ ક્લાસ પરનો ઇન્વેસ્ટરોનો ભરોસો ડગમગી ગયો છે અને તેને કારણે જ આ ભાવ ઘટાડો છે. સોનાની મંદી પાછળનું એક કારણ અમેરિકામાં તોળાતા આક્રમક વ્યાજ દર વધારા અને સંભવિત આર્થિક મંદી પણ ગણાય છે. અમેરિકી ફેડ રિઝર્વને આક્રમક ધોરણે વ્યાજ દર વધારો કરવાનું સુચવ્યું છે.
ફેડરલ રિઝર્વે પણ અગાઉ વ્યાજ દર વધારો ચાલુ રહેવાનો ગર્ભિત ઇશારો કરી જ દીધો હતો. બે દિવસ પૂર્વે અમેરિકાનાં મોંઘવારી અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા ધારણા કરતા વધુ ઉંચા આવતા વ્યાજ દર વધારો આક્રમક જ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આગામી નવરાત્રી-દિવાળીના તહેવારોમાં સોનાનો ભાવ 50,000ના સ્તરે આવી જશે કે કેમ ? તે વિશે અટકળો વ્યક્ત થવા લાગી છે. રિવર્સ ટ્રેન્ડ સર્જાવાના સંજોગોમાં ભાવ 53-54 હજાર પણ થઇ શકે છે.