નવાસારી નો વિચિત્ર કિસ્સો ! લગ્નમાં મળેલી ગિફ્ટ ચેક કરવા જતાં ધડાકાભેર બ્લાસ્ટ, વરરાજા અને
એક એવી ઘટના બની જેના લીધે એક નવવધૂનું જીવન પળભરમાં બરબાર થઈ ગયું અને ઘરના દુઃખનો માહોલ છવાઈ ગયો. વાત જાણે એમ છે કે, હાલમાં જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામમાં લગ્ન બાદ બીજા દિવસે સંબંઘીઓ દ્વારા આપેલ લગ્નની ગિફ્ટને યુવક ખોલી રહ્યો હતો. તે સમયે એક ટેડીબેર જેવું ગિફ્ટ ચેક કરવા જતાં અચાનક તેમાં ધડાકો થયો હતો, જેમાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજા થતા જ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ.
આ ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક પોલીસ પહોંચી હતી. બ્લાસ્ટમાં વપરાયેલા સાધનોની તપાસ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટ ડિટોનેટરથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.આ ઘટના અંગે જાણીએ તો તા. 12મી મેના દિવસે લગ્ન હતા. તેમજ જાણવા મળ્યું છે કે સસરાએ જણાવ્યું હતું કે તેમની નાની દીકરી અને જમાઇ આજે સવારે ગિફ્ટ ચેક કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
તેમની મોટી દીકરીના પૂર્વ પ્રેમી રાજૂ ધનસુખ પટેલે આરતી પટેલ નામની આશા વર્કર દ્વારા આ ટેડીબેર જેવું ઈલેક્ટ્રોનિક ગિફ્ટ મોકલાવ્યું હતું. વધુના પિતાએ આગળ એ પણ જણાવ્યું હતું કે તેમની મોટી દીકરી તેના પ્રેમીને છેલ્લા કેટલાક સમયથી નહોતી બોલાવતી, જેથી કરીને તે શખ્સે આ કૃત્ય આચર્યુ હોવાની આશંકા છે.યુવકે જ્યારે ગિફ્ટ ખોલી ત્યારે તેને ટેડીબેર જેવા દેખાતા ગિફ્ટમાં રહેલા વાયરને સોકેટમાં નાખતા જ ધડાકો થયો હતો. જેમાં વરરાજાની આંખ અને ડાબા હાથનું કાંડું ઘરે જ તૂટી ગયું હતું
. વરરાજાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને 3 વર્ષીય ભત્રીજા જિયાંશ પંકજ ગાવિતને કપાળમાં ફ્રેક્ચર થતાં તેને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ કેસમાં વરરાજાની આંખમાં 100 ટકાની ડેમેજ થવાની સંભાવના ડોક્ટરો દ્વારા જોવાઇ રહી છે. તેમજ પોલીસ દ્વારા પણ ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
