રે વ પાર્ટી પર દરોડા પાડનાર આ અધિકારીએ અનેક વખત કરોડો નુ ડ્રગ્સ પકડયું છે અને 2011 મા વર્લ્ડકપની ટ્રોફીને પણ અટકાવી દીધી હતી.
મુંબઈ થી ગોવા જતા ક્રુઝ પાર્ટી મા NCB એ દરોડા પાડયા હતા. જેમા એક મોટું નામ પણ શાહરુખ ખાન ના દિકરા નુ પણ છે તેની અટકાયત કરવામા આવી છે અને NCB દ્વારા પુછપરછ કરાઈ રહી છે. આ અગાવ પણ અનેક વખત NCB દ્વારા દરોડા પાડવામા આવેલા જેમા ઘણા મોટા નામો ખુલેલા અને આ રેડ મા મુખ્ય ઓફીસર ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસના અધિકારી તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ઓફિસર સમીર વાનખેડે હતા.
આ પ્રથમ વખત નથી આ પ્રકાર કેસ હેન્ડલ કર્યો હોય. સમીર વાનખેડે અગાવ પણ અનેક આવા કેસો હેન્ડલ કરેલા છે. સમીર વાનખેડે એ સુશાંત સિંગ ની મોત બાદ ડ્રગ્સના મામલામાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે તપાસ કરી હતી. અને કસ્ટમ ઓફિસર તરીકે એરપોર્ટ પર નામચીન ચહેરા ઓ એરપોર્ટ પર રોકી ને તેપાસ કરેલી છે. સમીર વાનખેડે પોતાના કાર્યકાળ દરમિયાન ટેક્સ માટે તેઓ 2000થી વધારે લોકો સામે કેસ કરી ચુકયા છે.
સમીર વાનખેડે નુ પ્રથમ પોસ્ટીંગ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ઓફિસર તરીકે થયુ હતુ. બે વર્ષમાં તેમની ટીમે 17000 કરોડ રુપિયાનુ ડ્રગ્સ પકડ્યુ હતુ. 2008 થી 2020 સુધી તેઓ એર ઈન્ટેલિજન્સ યુનિટ, નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી, ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સમાં પણ રહી ચુકયા છે.
2013 મા તવો એ ગાયક મિકા સિંહને તેમણે મુંબઈ એરપોર્ટ પર વિદેશી ચલણ સાથે પકડયો હતો. એનસીબીમાં ફરજ સંભાળ્યા બાદ સમીર વાનખેડેનુ બોલીવૂડ પર વિશેષ ફોકસ છે અને અને અનેક સ્ટાર ની પુછપરછ કરી ચુક્યા છે. એન.સી.બી એ એક જ વર્ષ 1500 કરોડ નુ ડ્રગ્સ મુંબઈ માથી પકડયું છે. અને 300 જેટલા લોકો ની ધરપકડ પણ કરેલી છે.
2011માં ક્રિકેટ વર્લ્ડકપની ટ્રોફીને પણ તેમણે એરપોર્ટ પર અટકાવી દીધી હતી.ડ્યુટી ભરાયા બાદ જ તેમણે ટ્રોફીને રિલિઝ કરી હતી.
