Gujarat

નેપાલ રમકડા ની જેમ વિમાન ક્રેશ થયું ! કુલ 40 લોકો ના મોત.. જુઓ ધૃજાવી દે તેવો વિડીઓ

નેપાળમાં રવિવારે થયેલા વિમાન દુર્ઘટનાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ક્રેશના થોડાક સેકન્ડ પહેલાનો જણાવવામાં આવી રહ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 40 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. એવી આશંકા છે કે હજુ કેટલાક મૃતદેહો મળી શકે છે. નેપાળ આર્મીના પ્રવક્તા કૃષ્ણ ભંડારીએ જણાવ્યું કે સેંકડો બચાવકર્મીઓ દુર્ઘટના સ્થળે હાજર છે. ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે રાહત કાર્યમાં મુશ્કેલીઓ પડી રહી છે. આ અકસ્માતમાં પાંચ ભારતીયોના પણ મોત થયાના અહેવાલ છે. આ ઘટનાના જે વીડિયો સામે આવ્યા છે તે ખૂબ જ ભયાનક છે. આ દુર્ઘટનામાં ભાગ્યે જ કોઈ બચ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

20 મિનિટ પછી ક્રેશ થયું આવી રહેલા અહેવાલો સૂચવે છે કે ફ્લાઇટ એરપોર્ટ પરથી ટેકઓફ થયાના 20 મિનિટ પછી જ ક્રેશ થઈ ગઈ હતી. અકસ્માત પહેલાની વિડિયો ક્લિપ પણ ટ્વિટર પર આવી રહી છે. આ ફૂટેજ ક્રેશની થોડીક સેકન્ડ પહેલાનું છે. વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે વિમાન ક્રેશ થતા પહેલા હવામાં સંતુલન ગુમાવે છે. તે પછી મોટા અવાજ સાથે ક્રેશ થાય છે. એવું માનવામાં આવે છે કે ક્રેશ પહેલા પાયલટે પોતાનું સંતુલન ગુમાવ્યું હશે. ક્રેશ થતાની સાથે જ આ પ્લેન અગનગોળામાં ફેરવાઈ ગયું.

સ્થાનિક અધિકારી ગુરુદત્ત ધકલે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું છે કે ક્રેશ થયા બાદ પ્લેનમાં લાગેલી આગને બુઝાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા. રોયટર્સ અનુસાર, આ અકસ્માતમાં 15 વિદેશી નાગરિકોના પણ મોત થયા છે, જેમાંથી પાંચ ભારતીય છે. વિમાન રાજધાની કાઠમંડુથી પોખરા માટે રવાના થયું હતું.

વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. જ્યાં તે ક્રેશ થયું તે જંગલ છે અને તેની નજીકથી સેતી ગંડકી નદી વહે છે. આ નદી પોખરાના જૂના અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પસાર થાય છે. દુર્ઘટના બાદ સરકાર તરફથી ઈમરજન્સી બેઠક ચાલી રહી છે, જેમાં વડાપ્રધાન પુષ્પા દહલ પ્રચંડ પણ હાજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!