વિધિના કેવા લેખ!હજુ તો મહેંદીનો રંગ ઉતર્યો ન હતોને ગુજરાતની દીકરીનો આફ્રિકામાં જીવ ગયો…
હાલમાં જ એક ખુબ જ દુઃખદ ઘટના બની જેના લીધે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું. એક તરફ ઘરમાં ખુશીઓનો માહોલ હતો અને લોકોએ સપનામાં પણ વિચાર્યું નહિ હોય કે, આવા દુઃખના ડુંગર આવશે. હાલમાં જ આ ઘટના બની છે જેં એક યુવતીનું નિધન થઇ ગયું. આ યુવતીના લગ્ન થયા અને હજુ તો સુખી લગ્ન જીવનના દિવસો શરૂ નોહતા થતા અને હાથની મેહદીનો રંગ નોહ્તો ઉતર્યો ત્યાં જ આ ગોજારી ઘટના બની જેમાં બે જીવન બરબાદ થઇ ગયા. ખરેખર આ ઘટના ખુબ જ ચોંકાવનારી અને દુઃખદ છે.
અમે આપને જનાવીએ કે આખરે ઘટના શું બની હતી.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ભરૂચના સરનાર ગામની એક યુવતિના સાઉથ આફ્રિકા ખાતે વડોદરાના સાંસરોદ ગામના યુવાન સાથે સપ્તાહ પહેલાં લગ્ન થયાં કરેલા હતા અને સુખી દામ્પત્ય જીવનની શરૂઆત કરી હતી પરંતુ વિધાતા બીજા લેખ લખેલા હતા. બન્યું એવું કે લગ્નમાં યુવતીની માતા બન્ને પુત્રી સાથે સાઉથ આફ્રિકા ખાતે ગઇ હતી. જ્યાં લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ પોતાના ઘર તરફ જતા વેળાં તેમની કારને અકસ્માત નડતાં યુવતિનું મોત થયું હતું. ઘટનાને પગલે સરનાડ તેમજ સાંસરોદ ગામે શોક છવાઈ ગયો હતો.
લગ્નપ્રસં પુર્ણ થયાં બાદ યુવતિ તેની માતા અને સાઉથ આફ્રિકામાં રહેતાં ભાઇ સાથે કારમાં જોહનિસબર્ગથી વેન્ડા જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં રસ્તામાં તેમની કારને અકસ્માત નડતાં યુવતિનું મોત નીપજ્યું હતું. લગ્નની મહેંદી સુકાય તે પહેલાં જ યુવતિના મૃત્યુથી સરનાર તેમજ સાંસરોદ ગામે રહેતાં સગાસંબંધીઓમાં શોકનું મોઝું ફેલાયું હતું.આ ઘટના કારણે યુવાન દીકરી ગુમાવી અને હજુ તો મહેદિંનો રંગ નોહ્તો ઉતર્યોને આવો કાળ ભરખી ગયો. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ આપે..
