આ યુધ્ધ થી કેટલા પરીવાર નો માળો વખાશે ! દેશની રક્ષા માટે જતા જવાન દિકરી ને ગળે લગાડી રડી પડ્યા
હાલ સમગ્ર વિશ્વ ની નજર માત્ર ને માત્ર એક જ દેશ યુક્રેન પર છે છેલ્લા ઘણા દિવસ થી રશીયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે છેલ્લા બે દિવસ થી રશીયા ના રાષ્ટ્રપતી એ યુધ્ધ ની જાહેરાત કરી હતી અને યુક્રેન ના કેટલાક ભાગો મા સેનાકીય કાર્યવાહી પણ કરી હતી આ બધાની વચ્ચે ઘણા વિડીયો અને તસવીરો પણ સામે આવી હતી. જે ત્યા માહોલ કેટલો ખરાબ છે તે દર્શાવે છે.
હા જ ત્યા નો એક વિડીઓ સામે આવ્યો જે ત્યા હાલ સ્થિતી કેવી છે તે દર્શાવી રહ્યો છે. વિડીઓ મા એક પિતા અને દિકરી છે. હાલ યુક્રેન મા લોકો ને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે જયારે યુક્રેન પાસે હાલ સૈન્ય શક્તિ ઓછી હોવાથી સ્થાનીક લોકો ને સેના મા જોડાવા માટે અપીલ કરી રહ્યા છે અને ત્યા ના લોકો પોતાનો દેશ બચાવવા માટે જોડાઈ રહ્યા છે.
ત્યારે આવો જ એક વિડીઓ સોસિયલ મીડીયા પર વાયરલ થય રહ્યો છે જેમા એક જવાન પોતાની માસુમ દિકરી અને પરીવાર ને સુરક્ષીત જગ્યા પર ખસેડી રહ્યો છે અને પોતે દેશની રક્ષા કરવા માટે જઈ રહયો છે. આ ઉપરાંત અનેક એવા વિડીઓ સોસિયલ મીડીયા પર આવી રહ્યા છે જેમા કરુણ દૃશયો સર્જાયા હતા.
જો વાત કરવામા આવે યુધ્ધ ની તો એ હવે સમય નકકી કરશે કે ક્યારે યુધ્ધ ની અંત આવશે પરંતુ એક વાત પાક્કી છે કે યુધ્ધ થી કોઈ નુ ભલુ નથી થવાનુ. યુધ્ધ ના કારણે અનેક લોકો ના જીવ તો જશે પરંતુ દુનીયા ને ઘણી આર્થીક નુકશાની પણ ભોગવતી પડશે. ભારત દેશ ના હજારો લોકો ત્યા ફસાયેલા છે અને બચાવવા માટે અપીલ પણ કરી રહ્યા છે.