Gujarat

નવા વર્ષ મા જાણીલો ચાણક્ય ની આ ત્રણ વાત ! જીવન મા ભળશે અઢળક સફળતા

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજ થી વિક્રમ સંવતનો શુભારંભ થયો છે, ત્યારે આવનારૂ નવું વર્ષ અનેક શુભ કાર્યોને પાર પાડે અને જીવનમાં અનેકગણી ખુશીઓ લઈને આવે એવી સૌ કોઈની મનોકામનાઓ. આજે અમે આપને ચાણક્ય દ્વારા કહેવામાં આવેલા શુભ ત્રણ કાર્યો વિશે કહીશું. આ શુભ કાર્યો કરવાથી આપનું નૂતન વર્ષ ખૂબ જ ફળદાયી નીવડશે. જીવનમાં ચાણક્યનાં બોલ પર જો જીવન જીવશો તો ક્યારેય દુઃખી નહીં થાઓ.

ભગવાન દર વર્ષ નવું વર્ષ આપીને એક જીવનમાં નવી આશાઓ અને સંકલ્પોને પરીપૂર્ણ કરવાનો અવસર આપે છે. ખરેખર આ દરેક પળ ખૂબ જ યાદગાર હોય છે. ચાલો અમે આપને જણાવીએ કે, કંઈ પળ તમને જીવનને સુખમય બનાવશે. ચાણક્યના કહેવા મુજબ જો તમે જયારે તમારે પૈસા ની જરૂર હોય તો ગમે તેના પાસેથી હિચકાય વગર માંગી લો. જ્યારે પૈસા થાઈ ત્યારે પાછા આપી દો.

એક વાત સદાય યાદ રાખવી કે, ધન ની લેતી દેતી માં ક્યારેય પણ શરમાવું ના જોઈએ. આવું કરવાનું કારણ એ છે કે જો કોઈ વ્યક્તિ વ્યાપાર અને વ્યવહાર ના લેવદ દેવડ માં શરમ કરવા લાગશે તો જીવન માં ક્યારેય પણ ઉન્નતિ નહીં કરી શકે.

ચાણક્ય નીતિ મુજબ વિદ્યાર્થી એવા હોય છે જે પોતાન શિક્ષક ને કંઈક પૂછવા મા શરમાય છે ને ગભરાય છે. જેના કારણે તે વિધાર્થી જ્ઞાન મેળવી શકતો નથી. ચાણક્ય નીતિ પ્રમાણે આવુ ન કરવું જોઈએ. જે માણસ જ્ઞાન પ્રાપ્ત માટે પણ શરમાય છે એ વ્યક્તિ જીવન માં કંઈ પણ મોટુ પ્રાપ્ત નથી કરી શકતો. માણસ પોતાનું અને પરિવારનું આખું જીવન દુઃખ માં વિતાવી દે છે. ભોજન માં શરમાતો વ્યક્તિ હંમેશ ભૂખ્યો રહી જાય છે.

જે માણસ પોતાના પેટ માટે નથી બોલી શકતો તો એ આગળ શું બોલશે. માટેજ તમારે જમતી વખતે તો શરમ છોડી દેવી જોઈએ અને પેટ ભરીને જમી લેવું જોઈએ. આ ત્રણેયવાતો ને સદાય ગાંઠ બાંધીને રાખશો તો ક્યારેય પણ દુઃખી નહીં થાઉં પડે.જીવન બહુ અમૂલ્ય છે.તેમનું જતન જેવું કરીએ એવું જ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!