Gujarat

35 વર્ષો થી નીરમાં પાવડરના પેકેટ પર એક છોકરી નો ફોટો કેમ છે ? કારણ જાણશો તો….

35 વર્ષો થી નીરમાં પાવડરના પેકેટ પર એક છોકરી નો ફોટો કેમ છે ? કારણ જાણશો તો….સૌ કોઈ જાણીએ છે કે, ઘર ઘરમાં તમેં પાવડર ની થેલી જોઈ હશે જેમાં નિરમાં પાવડર ખૂબ જ પ્રચલિત છે અને આ પાવડર ની એક જાહેરાત આવતી જેમાં આ નિરમાં પાવડર ભારત ભરમાં ખૂબ જ લોકપ્રિય બનેલ. આપણે આ પાવડર ની ઓળખ એના નામથી અને પેકેટમાં આપેલ ફ્રોક વાડી છોકરી થી ઓળખતા પરતું તમે જાણો છો કે આ છોકરી કોણ છે? અમે આજે આપણે આ વાત ની હકીકત જણાવશું.

તમને જાણીને નવાઈ લાગશે કે આખરે શા માટે આ છોકરીને નાં ફોટા ને છાપવામાં આવી છે અને તેની ઓળખ બની છે. દરેક વસ્તુઓ બદલાઈ પરતું નિરમા પાવડર માંથી એ છોકરી નહીં. વાત જાણે એમ છે કે, નીરમા નામની છોકરીનું અસલી નામ નિરૂપમા છે. તમને જાણીને દુઃખ થશે કે આ યુવતી આજે આ દુનિયામાં નથી. ખરેખર આ યુવતી નું દુઃખ નિધન થયેલ.

આજ સુધી કંપનીના માલિકે નિરમા કંપનીની તમામ પ્રોડક્ટ પરથી નિરૂપમાની તસવીર રિપ્લેસ કરી નથી અને તેની પાછળ એક ખૂબ જ દુઃખ ભરી વાસ્તવિકતા રહેલ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, નિરમા કંપનીની શરૂઆત વર્ષ 1990માં ગુજરાતના રહેવાસી કરસનભાઇ પટેલે કરી હતી. આ કંપની આજે દેશની સૌથી મોટી ડિટર્જન્ટ બનાવનારી કંપનીઓમાંની એક છે. નિરૂપમા એટલે કે નિરમા એટલે નિરૂપમાં કરસનભાઇ પટેલની એકમાત્ર દીકરી હતા.

ઘરમાં પ્રેમથી સૌ કોઈ તેને નિરમાં જ કહેતા અને કરસનભાઇએ દીકરીના નામથી નિરમા કંપનીની શરૂઆત કરી હતી. તેંનું નિધન ત્યારે થયું જ્યારે નિરમા સ્કૂલમાં હતી અને એક કાર અકસ્માતમાં તેનું મોત થઇ ગયું હતુ. કરસનભાઇ પટેલ પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા. તે ઇચ્છતા હતા કે તેમની દીકરી દુનિયામાં ખૂબ નામ કમાય પરંતુ નાની ઉંમરમાં દીકરીના મોતથી તે અધુરું રહી ગયું

કહેવાય છે ને કે એક બાપ નો પ્રેમ ક્યારેય ઓછેરો નથી થતો. તેઓ આ વાત ને ભુલ્યા ન હતા અને નિરમાના મુત્યુ પછી તેમને દીકરીના નામને હંમેશા માટે અમર બનાવી દીધું. તેમણે દીકરીના નામ પરથી નિરમા કંપનીની શરૂઆત કરી. બાદમાં ડિટર્જન્ટના પેકેટ પર નિરમાની તસવીર છાપી વિશ્વમાં નામ રોશન કરેલું. આજે નિરમા કંપની 25થી વધુ ઉત્પાદનોમાં ડીલ કરે છે. કંપનીમાં 15 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. આજે નિરમા 3550 કરોડ રૂપિયાથી વધુની કંપની છે. ખરેખર સલામ છે આ ગુજરાતી જેને પોતાની દીકરીની અમતેજોયેલ સ્વપ્ન પૂર્ણ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!