Gujarat

નિકોલમાં યુવાને આત્મ હત્યા કરી જીવન ટુકાવ્યું , વ્યાજખોરો ના ત્રાસ થી આત્મહત્યા કરી છે તેવો પરીવારજનો નો આરોપ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં અવારનવાર આત્મહત્યાઓની ઘટના ઘટે છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાં જ વ્યાજ ખોરા ઓના ત્રાસ થી યુવાન ને પોતાનું જીવન ટૂંકાવ્યું અને આજ કારણે તેમના પરિવાર જનોને પોલીસ સ્ટેશનમાં બેસીને સ્વામિનારાયણ ની ધૂન ચાલુ કરી અને કહ્યું કે, જ્યાં સુધી તમામ વ્યાજ ખોરો ને સજા મળે એવી માંગ કરી હતી અને લાશ ને લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

ખરેખર આ એક ખૂબ જ કરુણ ઘટના છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં વેપારીઓ દ્વારા તેમજ વ્યાજ ખોરો નાં લીધે રોજ અનેક બનાવ બને છે આત્મ હત્યા નાં ત્યારએ અમદાવાદના આ યુવાની આત્મહત્યા થી પરિવાર એ આક્ષેપ કર્યો કે,વ્યાજખોર તેમને ધમકી આપતા હતા. તેમજ એમની સામે અરજી પણ પોલીસમાં કરી હતી.

પોલીસ કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બનાવ બાદ પરિવારજનો ન્યાય માટે મૃતકની લાશને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને સ્વામિનારાયણ ધૂન લાશની ફરતે બેસીને બોલાવી હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ભૂપેન્દ્ર કામળિયાએ આજે સવારે તેમના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેમના પત્નીએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી કે ધંધાના કામ માટે ભૂપેન્દ્રભાઈએ 8 લાખ રૂપિયા લીધા હતા

.પાંચ લોકો પાસેથી આ રૂપિયા તેઓ સમયસર ચૂકવી દીધા હતા. તેમ છતાં તેમની પાસે ધાકધમકી આપીને રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. સવારે ભૂપેન્દ્રભાઈ ખૂબ ચિંતામાં હતા એટલે તેમની પત્નીએ પૂછતાં તેમણે અંગેની જાણ તેમને કરી હતી. ત્યાર બાદ ભૂપેન્દ્રભાઈએ ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજ્યું હતું. ખરેખર આવા બનાવ પરથી આપણને અનેક વાત શીખવા મળે છે. આપણે એટલી પ્રાર્થના જરૂર કરીએ કે ભગવાન પરિવાર પર પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને મૂર્તક ની આત્માને શાંતિ અર્પે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!