GujaratViral video

લગ્નના બંધનમાં બંધાયા ખજુરભાઈ અને મીનાક્ષી દવે ! લગ્નનો આ વિડીયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ…જુઓ વિડીયો

ગુજરાતમાં સૌથી લોકપ્રિય વ્યક્તિનું નામ યાદ કરવામાં આવે તો, સૌથી પહેલા ખજૂરભાઈ એટલે કે, ગુજરાતના સોનુ સુદ સમાન નીતિન જાનીની યાદ આવે. ખરેખર ખજૂરભાઈએ દરેક ગુજરાતીઓનું દિલ જીતી લીધું છે, ત્યારે એક સામાન્ય એવી છોકરીએ ખજૂરભાઈનું દિલ જીતી લીધું છે અને આ છોકરી હેતલ મીનાક્ષી દવે. જે ખજૂરભાઈની ભાવી પત્ની છે. જ્યારે ખજૂરભાઈએ પોતાની સગાઈની તસવીરો શેર કરી હતી, ત્યારે સૌ કોઈ ચાહકો ખૂબ જ ખુશ થયા હતા.

ખરેખર આ એક ખૂબ જ આશ્ચયજનક વાત હતી કારણ કે ખજૂરભાઈએ એક એવી છોકરીને પોતાની જીવન સાથી બનાવી જે ખૂબ જ સામાન્ય ઘરની હતી અને લાઇમલાઈટથી પણ દૂર હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, ખજૂરભાઈની મીનાક્ષી દવે સાથેની મુલાકાત અંધ માજી રાજીમાના ગામે થઈ હતી. આ સમયે મીનાક્ષીએ સ્વપ્નમાં નહોતું વિચાર્યું કે બંને જીવન સાથી બનશે.

ખજૂરભાઈમાં મમ્મીને મીનાક્ષી દવે ખૂબ જ પસંદ આવી અને તેમને મીનાક્ષીના પિતા પાસે પોતાના દીકરાનું માગું નાખ્યું અને દવે પરિવારે પણ રાજીખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો અને આખરે બંનેની ખૂબ જ ધામધૂમથી સગાઈ થયેલ. સગાઈ બાદ બંનેની તસવીરો સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. આ સગાઈની તસવીરો બાદ મીનાક્ષી લાઇમ લાઇટમાં આવી ગઇ.

એવામાં હાલ સોશિયલ મીડિયા પર વિડીયો તથા તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં જોઈ શકાય છે કે ખજુરભાઈ તથા મીનાક્ષીબેન દવે લગ્નના જોડામાં દેખાય રહ્યા છે અને હાલ અમુક રિપોર્ટની માનીએ તો હાલ આ કપલ લગ્નના બંધનમા બંધાયું છે તેવી હાલ ખબરો તો સામે આવી જ છે સાથો સાથ સોશિયલ મીડિયા પર અનેક એવી તસવીરો પણ ધૂમ મચાવી રહી છે.

એટલું જ નહીં યુટ્યુબ પર અનેક એવા વિડીયો પણ ખુબ વધારે વાયરલ થઇ રહયા છે જેમાં જોઈ શકાય છે કે ખજુરભાઈ એટલે કે નીતિન જાની ઘોડા પર સવાર થઇને પોતાનો વરઘોડો લઈને જઈ રહ્યા છે તેમ જ તેઓના આ લગ્નને જોવા માટે સૌ કોઈ ખુબ જ ભારે ભીડમાં એકઠું થયું હતું.એટલું જ નહી હાલ ઇન્સ્તાગ્રામ પર પણ એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે ખજુરભાઈ તથા મીનાક્ષી દવે વરમાળાની રસમ પૂર્ણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!